અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રનો સુર્વણ જયંતિ મહોત્સવ ઉજવાયો

February 14, 2018 at 11:17 am


જામનગરમાં અંધજનો અને અન્ય દિવ્યાંગ વ્યકિતઆેના શિક્ષણ અને સર્વ સામાન્ય ઉત્કર્ષ માટે કામ કરતાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રની સ્થાપનાને તા.9-2-2018ના રોજ 49 વર્ષ પુરા થતા સુવર્ણ જયંતી મહોત્સવ દરમિયાન એટલ કે તા.9-2-2018 થી તા.9-2-2019 સુધીના સમયગાળામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન પદેથી વિદવતા પૂર્ણ પ્રવચન આપતાં વિકલાંગ વ્યકિતઆેના મુખ્ય આયુકત (ચીફ કમીશ્નર ફોર પર્શન્સ વીથ ડીસીબીલીટીઝ) ડો. કમલેશ પાંડએ જણાવ્યું હતુ કે વિતેલા વર્ષોમાં અંધજન વિવિધલક્ષી તાલીક કેન્દ્ર દ્વારા દિવ્યાંગો માટે બજાવેલી કામગીરી ખુબ જ પરીણામલક્ષી હોવાનું જણાયું છે, તેઆેએ ઉમેરીયુ હતુ કે સુવર્ણ જયંતી વર્ષ દરમ્યાન યોજાનાર સ્પર્ધાઆે, કૌશલ્ય, વર્ધક, રકતદાન, શિબિર અને સ્નેહમીલન સમારોહ દિવ્યાંગોને નવી દિશા આપનાર બની રહેશે.

અખિલ હિંદ અંધજન ધ્વજદિન 2017 પ્રસંગે અંધજનોના વિકાસલક્ષી અને અંધત્વ નિવારણ કાર્યક્રમ માટે ગણનાપાત્ર સહયોગ આપનાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઆેનું મહેમાનોના શુભ હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેત્રહિન, બધિરાંધ અને મંદબુિધ્ધ બાળકોએ કાવ્ય પઠન, એક પાત્રીય અભિનય, સમુહ નૃત્યનો આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, આ પહેલા સંસ્થા પ્રમુખ ચંદુલાલ આર. શાહે સર્વે મહેમાનોનું સ્વાગત કરતા દાતા પરીવાર તફર આભારની લાગણી વ્યકત કરી હતી, સંસ્થાના મંત્રી ડો. પ્રકાશ મંકોડીએ 49 વર્ષની વિકાસયાત્રાનો સંક્ષિપ્ત પરિચય આપતાં સંસ્થાના ભાવિ આયોજન વિશે પાછો ખ્યાલ આપ્યો હતો. ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતાનાં નિયામક પંકજ ઠાકરે સરકારની વિકલાંગો પ્રત્યેની ઉદારદ્રિષ્ટનો ખ્યાલ આપતા 2016ના વિકલાંગ ધારા વિશે સંિક્ષ્પત માહિતી આપીને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્્રદ વિકલાંગોના પુનઃસ્થાપન ક્ષેત્રમાં ભજવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ ઉપરાંત ભકિત મંડળ લંડનના પ્રમુખ પ્રફºલ્લાબેન શાહે સંસ્થાની કામગીરી માટે શુભેચ્છા વ્યકત કરતાં સંસ્થાના કમ્પ્યુટર ટ્રેનીગ સેન્ટર માટે રૂા.1,47,200ની સખાવત જાહેર કરી હતી જયારે મહેન એચ.એન. શાહ તરફથી રૂા.51000 અર્પણ કરવામાં આવ્યા હતાં, વિકમશી પદમશી સંઘવી ટ્રસ્ટ દ્વારા સંસ્થાના નિભાવ ખર્ચમાં રૂા.51000નું દાન આપવામાં આવ્યું હતું, આ પ્રસંગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના એકઝીકયુટીવ ડાયરેકટર નંદિની રાવલ, એમ.પી.શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક શાહ અને એસ્સાર આેઇલ લીમીટેડના કોર્પોરેટ રીલેશન્સ વિભાગના જનરલ મેનેજર જયોતિન્દ્ર વચ્છરાજાનીએ પ્રાસંગીક અભિવ્યકિત કરી હતી. આ કાર્યક્રમમાં જામનગરની વિકલાંગ ક્ષેત્રે કામગીરી બજાવતી સંસ્થા રામમુક બધિર વિદ્યાલય, મુન્દ્રૅા ધનાણી બહેરા-મુંગા શાળા તથા સંવેદના મંદબુિધ્ધ બાળકોની શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર સમારોહને સર્વે રીતે સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઆેએ સંયુકત રીતે જહેમત ઉઠાવી હતી, અંતમાં ટ્રસ્ટી મનીષ મારૂએ આભાર દર્શન કરી કાર્યક્રમ સમાપન જાહેર કર્યુ હતું.

Comments

comments