અંધશ્રધ્ધા વિરૂધ્ધ ઝુંબેશ ચલાવતા હોવાથી જયતં પંડયા પર હુમલો થયાની આશંક

February 1, 2018 at 5:08 pm


અંધશ્રધ્ધા અને વહેમ વિરૂધ્ધ ઝુંબેશ ચલાવતા અને છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલા ભારતીય જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયતં પંડયા પર રાજકોટના નવલનગર વિસ્તારમાં હુમલો થયાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. ગઈકાલે સાંજે બનેલી આ ઘટના પાછળ અંશ્રધ્ધા વિરૂધ્ધ જાથાની ઝુંબેશથી દુભાયેલા શખસોનો હાથ હોવાની આશંકા સામે આવી છે. જો કે, બનાવના ૧૨ કલાક બાદ પણ પોલીસ એકપણ હુમલાખોરને પકડી શકી નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવલનગર શેરી નં.૩માં અમૃત વિધાલય સામે જાથાના ચેરમેન જયંતકુમાર ભાનુશંકર પંડયા (ઉ.વ.૬૦) પર ગઈકાલે સાંજે ૫–૩૦ વાગ્યે ૧૫થી ૨૦ શખસો તૂટી પડયા હતા અને તેમને ઢીકાપાટુનો માર મારી ખૂનની ધમકી આપી હતી. આ હુમલામાં જયંતભાઈના ચશ્મા અને બે મોબાઈલ તૂટી ગયા હતા. હુમલાખોર શખસો તેમના એકિટવાની ચાવી પણ તફડાવી ગયા હતા. બનાવ સમયે જાથાના કાર્યકર ભાનુબેન ગોહિલે હુમલાખોરોનો પ્રતિકાર કર્યા બાદ ફોન કરી પોલીસને બોલાવી લીધી હતી.
પંડયાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ માલવિયાનગર પોલીસે તેમની ફરિયાદના આધારે હુમલાખોર ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ચલાવતા પીએસઆઈ જે.એ. ખાચરે જણાવ્યું હતું કે, આશરે ૧૫થી ૨૦ શખસોના ટોળાંએ કરેલા હુમલા અંગે ઘટનાસ્થળેથી સીસીટીવી કેમેરાના ફટેજ મેળવી તમામને પકડી લેવામાં આવશે. જયંતભાઈએ પોતાના નિવેદનમાં પોલીસને આપેલી વિગતો પ્રમાણે તેઓ અંધશ્રધ્ધા અને વહેમ વિરૂધ્ધ ઝુંબેશ ચલાવતા હોવાથી ચોકકસ શખસોને તેમની આ કામગીરી ખટકતી હોઈ તે કારણે હુમલો થયાની તેમણે આશંકા દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચંદ્રગ્રહણ હતું જે અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓને દૂર કરવા અમૃત વિધાલય ખાતે વિધાર્થીઓ માટેનો કાર્યક્રમ હતો યાં જાથાના ચેરમેન પણ હાજર રહ્યા હતા. સાંજે કાર્યક્રમ દરમિયાન તેઓ બહાર નીકળ્યા તે સાથે જ ટોળું તૂટી પડયું હતું. બનાવના દોઢ કલાક પહેલાં બે શખસે કાર્યક્રમના સ્થળે ‘જયંતભાઈ કયારે આવશે અને કયારે બહાર નીકળશે’ તે બાબતની વિગત મેળવેલી હોય આ હુમલો કાવતરાપૂર્વક કરવામાં આવ્યો હોવાની પણ આશંકા સામે આવી છે

Comments

comments

VOTING POLL