અકબર પુરાણ

October 19, 2018 at 12:07 pm


પંદર જેટલી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ મુખ્ય પછી કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમ.જે.અકબરે રાજીનામુ આપી દીધું છે.કેન્દ્રમાં મોદી સરકાર સત્તા ઉપર આવ્યાના સાડા ચાર વર્ષ પછી પ્રથમ વાર એવું બન્યું છે કે, કોઈ મંત્રીએ નાલેશીભર્યા આરોપ પછી આવી રીતે ગાદી છોડવી પડી હોય. ભલે રાજીનામુ આપ્યા પછી અકબરે પોતાની કાયદાકીય લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી હોય પરંતુ તેમણે રાજીનામુ આપીને સરકારને વધુ

શરમજનક સ્થિતિમાં મૂક્વામાંથી બચાવી લીધી છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, અકબરે રાજીનામુ આપ્યું નથી પણ તેમને આમ કરવાની ફરજ પાડવામાં આવી છે. સાચું જે હોય તે પણ આ પ્રકરણને મહિલા જાગૃતિના વિજય સાથે સરખાવવામાં આવ્યો છે.

અકબરે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, મે કોર્ટમાં ન્યાય લેવાનો નિર્ણય લીધો છે, જેથી મને લાગ્યું કે મારે પહેલા રાજીનામું આપવું જોઈએ. હવે હું મારી પર લાગેલા જુઠા આરોપોને કોર્ટમાં પડકારીશ. અકબરે આ આરોપોને રાજનીતિ ગણાવી કહ્યું કે, અગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીના કારણે તેની પર આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ રીતના આરોપો સામે આવતા જ વિપક્ષ પાર્ટીઆે વારંવાર અકબરના રાજીનામાની માંગ કરી રહી હતી.

એમ.જે.અકબરને જો પોતાની સામેના આરોપોમાં રાજકારણની બૂ આવતી હોય તો સવાલ એ થાય છે કે, આવા આરોપો તો નાના પાટેકર, સુભાષ ઘાઈ, આલોકનાથ, સાજીદ ખાન અને અન્યાે સામે પણ થયા છે તો આ લોકોમાં ક્યાં રાજકારણ વચ્ચે આવ્યુંં પહેલા કોઈ પણ આરોપ બદલ વિદેશી હાથને જવાબદાર ગણાવાતો હતો અને હવે રાજકારણને જવાબદાર ગણવામાં આવે છે. યુવા વયે કરેલી ભૂલ હવે બધાને ભારે પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે #Me Too આંદોલને જોર પકડવાની સાથે ‘ધ એશિયન એજ’ સમાચાર પત્રમાં કામ કરી ચુકેલી 20 જેટલી મહિલા પત્રકારોએ એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ તમામ 19 મહિલા પત્રકારોએ રમાનીની સમર્થનમાં હસ્તાક્ષર કર્યા છે. આ સાથે ડેક્કન ક્રાેનિકલની એક પત્રકાર qક્રસ્ટીના ફ્રાંસિસે પણ આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.

Comments

comments

VOTING POLL