અકસ્માતના કેસમાં આરોપી વાહન ચાલકને બે માસની કેદની સજા અને દંડ

May 10, 2018 at 10:49 am


જામનગર જિલ્લા તાલુકાના કરાણા ગામના રહીશ પરેશ આણંદભાઇ વાટલીયા પોતાના ગામ કરાણાથી જામનગર મુકામે લગનમાં આવેલ હતાં, અને લગ્નમાં હાજરી આપી તેના પિત્ન સાથે કરાણા જવા માટે પોતાના મોટર સાયકલ ઉપર જામનગરથી નીકળેલ હતા અને આશરે સવા પાંચેક વાગ્યે તેઆે ધોરીવાવ પાસે પહાેંચેલ હતા ત્યારે મોટર સાયકલ નં. જીજે10 બીસી 9474ના ચાલક સલીમ ગુલમામદ બ્લોચ એ પોતાનું મોટર સાયકલ ગફલતભરી રીતે, પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પરેશ આણંદભાઇ વાટલીયા તથા તેના મોટર સાયકલ સહિત ફંગોળી દેતા પતિ પિત્ન બન્નેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઆે પહાેંચાડેલ હતી જેથી પરેશ આણંદભાઇ વાટલીયાએ જામનગર પંચકોશી બી ડીવીઝનમાં મોટર સાયકલ નં. જીજે 10 બીસી 9474ના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નાેંધાવતા પોલીસે આઇપીસી કલમ 279, 337, 338 તથા મોટર વ્હીકલ એકટની કલમ 177, 184, 134 તથા 196 મુજબનો ગુનો નાેંધેલ હતો અને તપાસ દરમ્યાન આરોપી સલીમ ગુલમામદ બ્લોચની ધરપકડ કરી તપાસના અંતે તેઆેની સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.

આ કેસ જામનગરની કોર્ટમાં ચાલવા પર આવતા પ્રાેસીકયુશન તરફથી ફરિયાદી તેમના પિત્ન, સાહેદો, પંચો, પીએસઆે તથા તપાસ કરનાર અમલદારને તપાસવામાં આવેલ હતા અને પુરાવાના અંતે કેસ દલીલ ઉપર આવતા મુળ ફરીયાદીના વકીલ જયદેવસિંહ આર. જાડેજાએ કોર્ટમાં સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઆે ટાંકી કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરેલ હતી કે તપાસમાં રહી ગયેલ ખામીનો લાભ આરોપીને મળી શકે નહી તેમજ જયારે નજરે જોનાર ઇજા પામનાર સાહેદો કોર્ટ રૂબરૂ અકસ્માત કરનાર વાહન ચાલકને સૌપ્રથમ વખત આેળખી બતાવતા હોય તો પણ બનાવ નજરે સાહેદોની જુબાનીના આધારે આરોપીને સજા કરી શકાય જેથી આરોપીને કાયદા અન્વયેની મહતમ સજા કરવી જોઇએ.

મુળ ફરીયાદીના વકીલ જયદેવસિંહ, આર. જાડેજાની ઉપરોકત તમામ દલીલો ધ્યાને લઇ જામનગરના મે.એડી. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટે²ટએ આરોપી સલીમ ગુલમામદ બ્લોચ સામે આઇપીસી કલમ 279 સાથે વાંચતા મોટર વ્હીકલ એકટની કલમ 177, 184 તથા આઇપીસી કલમ 337 અન્વયેનો ગુનો સાબિત માની આઇપીસી કલમ 279 અન્વયે એક માસની કેદની સજા તથા રૂા.500નો દંડ અને દંડ ન ભરે તો વધુ 10 દિવસની કેદની સજા તેમજ આઇપીસી કલમ 337 અન્વયે એક માસની કેદની તથા રૂા.500નો દંડ અને દંડ ન ભરે તો વધુ 10 દિવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં મુળ ફરીયાદી પરેશ આણંદભાઇ વાટલીયા તરફે વકીલ જયદેવસિંહ આર. જાડેજા તથા પ્રાેસીકયુશન તરફે સરકારી વકીલ યશવંત એલ.સુદ્રા રોકાયા હતાં.

Comments

comments

VOTING POLL