અક્ષય કુમારના દીકરાને ક્રિકેટથી છે નફરત !

July 17, 2019 at 10:53 am


Spread the love

ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝિલેન્ડને પહેલી વાર હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. મેચને જોઈ બોલિવૂડના સ્ટાર ઘણા એક્સાઈટેડ જોવા મળ્યા હતા. અક્ષય કુમાર, નીના ગુપ્તા, અનુપમ ખેર ફાઈનલ જોવા માટે લોર્ડસના ક્રિકેટ મેદાનમાં પણ ગયા હતા. તે દરમિયાન અક્ષય કુમારે ખુલાસો કર્યો કે તેના દીકરા આરવને ક્રિકેટ બિલકુલ પસંદ નથી અને તેના પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મેચ શરૂ થતાં પહેલા ફિલિપ્સ હ્યૂ ક્રિકેટ લાઈવમાં વાતચીતમાં અક્ષય કુમારે પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ, વીવીએસ લક્ષ્મણ અને પ્રેજેન્ટર જતિન સપરુની સાથે મળીને મસ્તી કરી હતી. તે સમયે અક્ષયે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેના દીકરા આરવને ક્રિકેટ બિલકુલ પસંદ નથી, પરંતુ પુત્રી નિતારાને તે બહુ જ ગમે છે. તેના દીકરાને ક્રિકેટથી નફરત છે કારણ કે હું તેને વધુ જોવું છું. પરંતુ દીકરી નિતારાને તે બહુ ગમે છે. જ્યારે પણ હું સ્પોર્ટ જોવું છું ત્યારે તે હંમેશાં મારી સાથે ગેમ જોવે છે.

અક્ષયે તેના નાનપણનો એક કિસ્સો કહ્યો કે, સ્કૂલમાં હતો ત્યારે તે ખૂબ ક્રિકેટ રમતો હતો. તેણે કહ્યું, હું મારી સ્કૂલમાં ક્રિકેટ બહુ રમ્યો છું. પ્લેયર્સને તેની સારી બોલિંગ અને બેટિંગ સ્કિલના કારણે સેલેક્ટ કરવામાં આવતો, પરંતુ મને ફિલ્ડિંગ સ્કિલના કારણે ટીમમાં લેવામાં આવતો હતો.