અક્ષય કુમાર એક ફિલ્મની લેશે ૧૦૦ કરોડ ફી….

November 8, 2019 at 10:23 am


બોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા અક્ષય કુમાર પોતાની દરેક ફિલ્મમાં પૂરી મહેનત અને દિલ લગાવીને કામ કરે છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આગામી એક ફિલ્મની અક્ષય કુમાર ૧૦૦ કરોડ ફી લેશે. આ ફિલ્મમાં એક્ટર અક્ષય કુમાર વાસુ ભગનાની સાથે એક વાર ફરી કામ કરશે. આ ફિલ્મમાં અક્ષય, વાસુ અને એમી એન્ટરટેન્મેંટનો નિખિલ અડવાણી સાથે કામ કરશે. તેમજ આ ફિલ્મને રંજીત તિવારી દ્વારા ડીરેક્ટ કરવામાં આવશે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક હાર્ડ કોર એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ રિયલ લાઈફ ઘટનાથી પ્રેરિત હશે. માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર એક પછી એક હીટ ફિલ્મો આપી રહ્યો છે જેને કારણે તેને હવે પોતાની ફીઝમાં પણ વધારો કરી નાખ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં હશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર અને વાસુ ભગનાની લાંબા સમયથી સાથે કરવા માંગતા હતા ત્યારે હવે આ ફિલ્મ દ્વારા બંનેની આ ઈચ્છા પૂરી થઇ શકશે.

Comments

comments