અક્ષય બન્યાે અભિષેક માટે તારણહાર

February 6, 2018 at 5:48 pm


Spread the love

વર્ષ 2000માં જે. પી. દÒાા દિગ્દશિર્ત ફિલ્મ ‘રેãયુજી’થી અભિષેક બચ્ચને તેની કારકિદ} શરૂ કરી હતી, પણ 18 વર્ષ વિત્યા પછી પણ તે એટલો મોટો સ્ટાર નથી બની શક્યો કે પોતાના દમ પર ફિલ્મની નૌકા બોક્સઆેફિસ પર પાર કરી શકે. અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાના નાતે અભિષેક પાસેથી લોકોને બહુ આશા હતી અને તે આશા જ તેને ભારે પડી. છેલ્લા કેટલાક સમયથી અભિષેકે ફિલ્મોથી પોતાને દૂર કરી દીધો હતો. તે હવે એવી ફિલ્મો કરવા માગે છે, જેમાં તેને કશુંક કરવાનો અવસર મળે. ફાલતુ ફિલ્મ અને ફાલતુ રોલ કરવા તે નથી માગતો.

બોલીવૂડનો અભિનેતા અક્ષય કુમાર અત્યારે અભિષેક બચ્ચનની કારકિદ}માં બહુ દિલચસ્પી લઇ રહ્યાે છે. તે ઇચ્છે છે કે અભિષેક તેની બીજી ઇનિંગ બહુ જોરદાર રીતે શરૂ કરે. તેણે અભિષેકને પોતાની નવી બિઝનેસ મેનેજર રેશમા શેટ્ટી સાથે પણ જોડી દીધો છે, જેથી તેને ફિલ્મો મળવા લાગે. એટલું જ નહી અક્ષય કુમારના પ્રયાસથી અભિષેકને એક ફિલ્મ પણ મળી ગઇ છે.

‘હાઉસફંલ ફોર’નું કામ શરૂ થઇ ગયું છે. અભિષેક બચ્ચન આ ફિલ્મનો હિસ્સો નહોતો. અક્ષયના કહેવાથી આ કોમેડી ફિલ્મમાં અભિષેકને જોડી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષયે આ વિશે ફિલ્મના નિમાર્તા સાજિદ નડિયાદવાલા અને નિર્દેશક સાજિદ ખાન સાથે વાત કરીને તેમને અક્ષયને લેવા રાજી કરી દીધા. ‘હાઉસફંલ ફોર’માં કેટલાય કલાકારો છે અને તેને કારણે અભિષેકને બહુ પર્ફોર્મ કરવાની તક નહી મળે, પણ તે વાતનો સંતોષ થશે કે તેને એક મોટી ફિલ્મ સાથે જોડાવાની તક મળી છે.