અક્ષરનગરમાં કેટરર્સનાં ધંધાર્થીના મકાનમાં રૂા.92 હજારની મતાની ચોરી

August 30, 2018 at 2:55 pm


રાજકોટઃ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ અક્ષરનગરમાં રહેતા કેટરર્સના ધંધાર્થીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.92000ની મતાની ચોરી કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં આવેલ અક્ષરનગર શેરી નં.1માં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા અતરસિંહ છબીલરામ યાદવ નામનો યુવાન ગઈકાલે પરિવાર સાથે પોતાના વતન આગ્રા ગયા હોય પાછળથી બંધ મકાનને ગઈરાત્રીના તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા હથોડાથી તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂા.22000 તથા સોનાના દાગીના સહિત કુલ રૂા.92000ની મતાની ચોરી કરી નાસી જતાં બનાવ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસમાં કરવામાં આવતા પીએસઆઈ જાડેજાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL