અજબ દુનિયાની ગજબ વાત ! કેલિફોર્નિયામાં પીઝા કંપની ગ્રાહકોને ફોન લોકરમાં મુકવા બદલ આપે છે ફ્રીમાં પીઝા !!!

June 14, 2019 at 11:57 am


આજકાલ તમામ લોકોને કોઈને કોઈ વ્યસન હોઈ જ છે છેલ્લે એક પણ વ્યસન ના હોઈ તો ફોનનું વ્યસન તો હોઈ છે જ.. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં પિઝાની એક કંપનીએ આ સમસ્યાનો એક જોરદાર ઉપાય શોધી લીધો છે. ‘પિઝા પેલેસ’ નામની કંપની તેને દ્વારે આવતાં ગ્રાહકોને પિઝા ફ્રીમાં આપે છે. આ માટે શરત એટલી જ છે કે, ગ્રાહકોને તેમના ફોન લોકરમાં મૂકવાનાં રહેશે. તેની પાછળનો એક જ ઉદેશ્ય છે કે લોકો શાંતિથી અને મજા માણી પોતાના પરિવાર અને મિત્રો સાથે ભોજન કરી શકે.  કંપનીએ જાહેર કરેલી ઓફર પ્રમાણે ગ્રાહકોને ગ્રુપમાં આવવાનું રહેશે. સ્ટોરમાં પગ મૂકતાંની સાથે જ તે લોકોએ ફોન લોકરમાં જમા કરાવવાના રહેશે. કંપનીએ આ અનોખી પહેલ 3 અઠવાડિયાં પહેલાં શરુ કરી દીધી છે. અત્યાર સુધી કંપની તેના કસ્ટમરને 50 મોટા પિઝા ખવડાવી ચૂકી છે.

Comments

comments