અજય દેવગનને સારાં પાત્રોવાળી કોઈ પણ ફિલ્મ કરવાનો ડર નથી

March 24, 2018 at 5:15 pm


અજય દેવગનનું કહેવું છે કે પાત્ર સારું હોય તો તે કોઈ પણ ફિલ્મ કરવા તૈયાર છે અને એવી ફિલ્મ કરવાનો તેને કોઈ ડર નથી. અજયે 1990ના દાયકામાં ઝખમ અને હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મો કરી હતી, જેમાં તેનું પાત્ર ખૂબ જ અલગ હતું. ઍક્શન-ફિલ્મો માટે જાણીતો હોવા છતાં તે પોતાની ફિલ્મોગ્રાફીને બેલેન્સ કરતો આવ્યો છે અને આૅફ-બીટ ફિલ્મો કરવાનો પણ તેને કોઈ ડર નથી. આ વિશે વધુ જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે મેં 1990ના દાયકામાં જેવી ફિલ્મો કરી હતી એવી ફિલ્મો લોકો આજે કરે છે. આ જોઈને મને ખૂબ જ ખુશી થાય છે. હું ફિલ્મી-ફેમિલીમાંથી આવું છું માટે સારી ફિલ્મો બનાવવો એ મારો મુખ્ય ઉદ્દેશ છે. મેં જ્યારે ઝખમ ફિલ્મ પસંદ કરી હતી ત્યારે મને એનો કોઈ ડર નહોતો. હું નહોતો વિચારતો કે આ ફિલ્મ નિષ્ફળ રહેશે. હકીકત એ છે કે આજે દર્શકો અલગ પ્રકારની ફિલ્મોને પસંદ કરે છે અને એનાથી અમને ફાયદો થાય છે. પહેલાંના સમયમાં અમારી પાસે વિષય હતા, પરંતુ દર્શકો એવી ફિલ્મોને પસંદ નહોતા કરતા. આજે દર્શકો વિવિધ ફિલ્મોને પસંદ કરે છે. તેમને ખબર છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. હું પોતાને એક પ્રાેડક્ટ માનું છું અને સમયની સાથે મારે બદલાવું જરુરી છે. હું જ નહી, દરેક ઍક્ટર્સને હું પ્રાેડક્ટ માનુ છું.સો અને બસો કરોડની ક્લબની વાતો એક બકવાસ છે. કોઈ પણ વ્યિક્ત મને આ વિશે સવાલ કરે છે ત્યારે મને ગુસ્સો આવી જાય છે. આ ક્લબ્સની વાત એક જોક તરીકે શરુ થઈ હતી અને લોકો એટલા બધા મૂરખ છે કે તેઆે એને સિરિયસ્લી લઈ બેઠા છે.

Comments

comments

VOTING POLL