અટલજીના ઉચ્ચ રાજકીય સંસ્કારો જો એક ટકો આજના નેતાઆે અપનાવે તો પણ હિન્દુસ્તાનની તકદીર ચમકી ઉઠે

August 20, 2018 at 10:11 am


Spread the love

ભારતરત્ન અટલબિહારી વાજપેયીએ ફાની દુનિયાને અલવિદા કહી છે અને એ સાથે જ રાજકીય ઈતિહાસના એક ભાતીગળ અધ્યાય પર પૂર્ણવિરામ મુકાયો છે. વાજપેયીની વિદાયથી માત્ર એમની પાર્ટીના લોકો જ નહી પરંતુ વિપક્ષ પણ ઉદાસ અને શોકગ્રસ્ત છે. અટલબિહારી વાજપેયીનો જન્મ 1924ના ક્રિસમસના દિવસે થયો હતો. એમનું મૃત્યુ 72મા સ્વતંત્રતા દિવસના પછીના દિવસે એટલે કે 16મી આેગષ્ટે થયું હતું. એમની કારકીદિર્ આજના નેતાઆે અને આજની જનરેશન માટે એક પાઠયપુસ્તક સમાન છે. મૂલ્યનિષ્ઠ અને ઉચ્ચ માનવીય મૂલ્યોના સંવર્ધક, તર્કપૂર્ણ, અભ્યાસપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ દલીલોના જનક, રાજનીતિમાં ઉચ્ચ વિચારો અને સિધ્ધાંતો તથા સંસ્કારીતાના ઉપાસક એવા અટલબિહારી વાજપેયીના જવાથી ખરેખર દેશમાં એક સંસ્કારી રાજનીતિ કરનાર વિરલ વ્યિક્તની ખોટ પડી છે.

વાજપેયીની રિયલ લીગસી વિપક્ષની રાજનીતિમાં સમાયેલી છે. કારણકે વિરોધપક્ષની રાજનીતિમાં નકરો અસંતોષ હોય છે, આક્રાેશ હોય છે, મતભેદો હોય છે. 1957થી 1996 સુધી એમણે પોતાનું જીવન આ દિશામાં જ સમપિર્ત રાખ્યું અને પોતાની સમગ્ર પોલિટિકલ કેરિયરનો 90 ટકા હિસ્સો એમણે વિરોધપક્ષની રાજનીતિમાં જ વિતાવ્યો છે છતાં એમનો કોઈ વિરોધી નથી. આ એમના વિરાટ વ્યિક્તત્વનો પુરાવો છે અને ભારતીય રાજનીતિનો એક જીવંત ઈતિહાસ છે.

નહેરૂજીથી લઈને નરસિંહરાવ સુધી ઘણા બધા વડાપ્રધાનો સામે એમણે છાતી કાઢીને પોતાનો અવાજ બૂલંદ કરેલો છે અને પોતાની તર્કબધ્ધ દલીલોથી એમને મુંગા કરેલા છે. સંસદમાં નહેરૂજીની સામે પણ તેઆે હિંમતપૂર્વક પોતાના મતભેદો નિખાલસ રીતે અભિવ્યકત કરતાં હતાં. નહેરૂજીની હાજરીમાં જ એમની નીતિઆેનો તેઆે આકરો વિરોધ કરતાં હતાં આમ છતાં તેઆે જનતા પાર્ટીની સરકારમાં જયારે વિદેશમંત્રી બન્યા ત્યારે પંડિત નહેરૂનો દિવાલ પર લાગેલો મોટો ફોટો ગુમ હતો અને એમણે તેના વિશે પૃચ્છા કરીને તેને પાછો ત્યાં જ લગાવડાવી દીધો હતો. આવા રાજકીય સંસ્કાર આજના રાજકારણીઆેમાં કયાંય જોવા મળતા નથી. આજે એમની જ પાર્ટીમાં એમના જેવા કોઈ નેતા છે ખરાં તેવો પ્રñ જો જનતા કરે તો આપણું માથું નીચે નમી જાય છે અને આપણે અનુત્તર અવસ્થામાં આવી જઈએ છીએ તે આપણી કમનસીબી છે. અરૂણ જેટલીનો જ દાખલો લઈએ તો એમણે 15મી આેગષ્ટના રોજ એક પોસ્ટર ટવીટ કર્યુ હતું અને તેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, તિલક, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંઘ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીરો હતી પરંતુ નહેરૂજીની જ તસવીર એમણે મુકી નહોતી. રાજકીય કેરેકટરમાં કેવડો મોટો ડિફરન્સ જોવા મળે છેં

વાજપેયીએ 1942માં હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો. એમના રાજકીય વિચારો અને સિધ્ધાંતો એટલા બધા હાઈસ્ટાન્ડર્ડના હતા કે આજની રાજનીતિ અને રાજનેતાઆેના પરાક્રમોથી તેઆે ખુબ જ વ્યથિત અને ડીસ્ટર્બ રહેતાં હતાં. સંસદમાં તેઆે વિશ્વાસનો મત હાર્યા ત્યારે પોતાની સ્પીચમાં એમણે ખુંંખુલ્લા આ વાતનો એકરાર કર્યો હતો અને કહ્યું હતું કે આજ કી રાજનીતિ મુઝે રાસ નહી આતી. મેં તો રાજનીતિ છોડના ચાહતા હું લેકીન રાજનીતિ મુઝે છોડતી નહી હૈ… વાજપેયીના આ શબ્દોમાં કેટલો દર્દ છે, કેટલી પીડા છે અને કેટલો અફસોસનો ભાવ છે તેને જોવા અને સમજવા માટે દ્રિષ્ટ જોઈએ અને એ દ્રિષ્ટ આજના રાજનેતાઆે પાસે છે ખરીં તેવો સવાલ જો જનતા કરે તો તેમાં કશું ખોટું નથી.

પોતાના વિચારો સાથે કયારેય કોમ્પ્રાેમાઈઝ નહી કરવાની પરંપરા એમણે ચુસ્ત રીતે જાળવી રાખી હતી અને અનેક વખત ખુદ પોતાની જ પાર્ટીની લાઈનથી અલગ હટીને એમણે પોતાના મતભેદો અને અસંતોષ જાહેરમાં પ્રગટ કર્યા હતાં. એલ.કે. અડવાણીએ જયારે રામ રથયાત્રા કાઢી ત્યારે સંસદમાં વિપક્ષના નેતા તરીકેની ભુમિકા નિભાવવાની એમને વિનંતી થઈ હતી પરંતુ એમણે ઈન્કાર કરી દીધો હતો. પોતાના જ પક્ષની અનેક બાબતોથી તેઆે ઘણીવાર દુઃખી થતા હતાં.

જો રાજકારણના સુપરસ્ટાર તરીકેનો મિલેનીયમ એવોર્ડ કોઈને આપવાનું નકકી થાય તો તે ફકત અને ફકત વાજપેયીને જ મળી શકે તેમ છે. એમના ઉચ્ચ વિચારો અને આદર્શોનો એક ટકા અમલ પણ જો આજના નેતાઆે કરે તો હિન્દુસ્તાનની તકદીર ચમકી ઉઠે તેમ છે પરંતુ સૌથી મોટો પ્રñ એ છે કે હવે વાજપેયી જેવા બીજા કોઈ નેતા આપણને મળશે ખરા ં વિપક્ષમાં હોય કે શાસનમાં હોય તેનાથી એમને કોઈ ફેર પડતો નહોતો. ન્યાય અને તટસ્થતાની વાત આવે, માનવતાના ઉચ્ચ મૂલ્યોને જાળવવાની વાત આવે, ભારતની સભ્યતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત આવે ત્યારે તેઆે એક શુધ્ધ ઝરણાની જેમ વરસી પડતાં હતાં. માત્ર વાજપેયીની તસવીરને ફૂલહાર કરવાથી કે એમની પ્રતિમાઆે બનાવવાથી કે એમના વિશે લાંબા લાંબા નિવેદનો આપવા માત્રથી જ વાત બનવાની નથી પરંતુ રાજકીય નેતાઆેએ પોતાના આચાર વિચાર અને સંસ્કારમાં વાજપેયી જેવી ઝલક અપનાવવી પડશે. જો વિશાળ રાષ્ટ્રહિતને તેઆે નજરમાં રાખે અને પોતાના અંગત સ્વાર્થને દફનાવે તો જ વાજપેયી જેવા સંસ્કારો પ્રાપ્ત થઈ શકે તેમ છે.

એમની વિપક્ષના નેતા તરીકેની હાઈટ પણ એટલી ઉંચી હતી કે એક સમયે ઈિન્દરા ગાંધીએ પંજાબમાં આેપરેશન બ્લુસ્ટાર કરતાં પહેલા વાજપેયી સાથે ફોન પર વાત કરવા માટે પંજાબમાં ફોનની લાઈન ઈન્સ્ટોલ કરાવી દીધી હતી.