અટલજીની યાદમાં આજે સર્વપક્ષીય શ્રધ્ધાંજલી સભા

August 20, 2018 at 10:59 am


પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં આજે ઇિન્દરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સર્વદળીય શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાંજલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ પક્ષના દિગ્ગજ નેતા સામેલ થશે.

વાજપેયજીનું અસ્થિ કળશ દેશના તમામ રાજ્યોમાં પહાેંચાડવામાં આવશે. તેમની યાદમાં પંચાયત સ્તર પર કેટલાક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. ઇિન્દરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં બપોર બાદ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શ્રધ્ધાંજલી સભાને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ શ્રધ્ધાંજલી સભામાં કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, સહયોગી પક્ષના નેતા સિવાય વિપક્ષી દળના નેતા ઉપસ્થિત રહેશે.

એક પછી એક એમ તમામ રાજ્યોમાં શ્રધ્ધાંજલી સભા આયોજિત કરવાની ભાજપની યોજના છે. જેને અંતર્ગત લખનઉમાં 23 આેગસ્ટના રોજ શ્રધ્ધાંજલી સભા યોજાશે. યૂપી, મધ્યપ્રદેશ સહિત બીજા રાજ્યોની સો થી વધારે નદીઆેમાં પૂર્વ પીએમ વાજપેયજીના અસ્થિઆેનું વિસર્જન કરવામાં આવશે. પૂર્વ પીએમ વાજપેયજીના સરકારી નિવાસ સ્થાન પર રવિવારથી ગરુડ પુરાણનો પાઠ શરુ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL