અડધી રાતે ‘રાવણ’નો જેલમાંથી છૂટકારો, છૂટતા જ ભાજપ પર કર્યાં આકરા પ્રહારો

September 14, 2018 at 11:24 am


ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી બહાર નીકળતા જ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. ચંદ્રશેખરને મોડી રાતે છોડવામાં આવ્યો. ચંદ્રેશેખરે જેલની બહાર હાજર સમર્થકોની સાથે કૂચ કરી અને તેમને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યાં. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતિકૃતિ દેખાડતા કહ્યું કે હજુ તો લડાઈ શરૂ થઈ છે.
અત્રે જણાવવાનું કે યુપીની યોગી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન () જેલમાં બંધ ચંદ્રશેખરને સમય કરતા વહેલો છોડી મૂકવાનો નિર્ણય લીધો. જે મુજબ ચંદ્રશેખરને 2.24 વાગે જેલમાંથી છોડી મૂકાયો. ચંદ્રશેખર ગત વર્ષ સહારનપુરમાં થયેલી જાતીય હિંસાના આરોપમાં ધરપકડ કરાયો હતો.
રિપોટ્ર્સ મુજબ સહારનપુરની જેલમાંથી બહાર આવ્યાં બાદ ચંદ્રશેખર રાવણે સભા સંબોધી હતી અને આ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યાં. રાવણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની છે. ભાજપ સત્તામાં તો શું વિપક્ષમાં પણ નહીં આવી શકે. તેણે કહ્યું કે સામાજિક હિતમાં ગઠબંધન થવું જોઈએ.
અત્રે જણાવવાનું કે ભીમ આર્મીનો યુપી વેસ્ટમાં ખુબ પ્રભાવ છે. ભીમ આર્મી દલિત આંદોલનના સહારે આ વિસ્તારમાં પોતાના મૂળિયા મજબુત અને ઊંડા કરવા માંગે છે. ભાજપ્ના ટોચના નેતાઓએ પણ સ્વીકાર્યુ છે કે કૈરાના અને નૂરપુરની પેટાચૂંટણીમાં ભાજપ્ની હારનું એક કારણ ભીમ આર્મી હતી. ભાજપ્નું માનવું છે કે આ વિસ્તારોમાં ભીમ આર્મીએ દલિતો અને મુસ્લિમોમાં એકજૂથતા કરવામાં સફળતા મેળવી છે.

Comments

comments

VOTING POLL