અદ્દભુત સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો HONOR 10 LITE, જાણો, કિંમત અને ફીચર્સ

January 17, 2019 at 8:16 pm


મોબાઈલ બનાવતી કંપની Huaweiની સબ બ્રાન્ડ હોનરે મંગળવારે પોતાનો નવો સ્માર્ટફોન હોનર 10 લાઈટ ભારતમાં લોન્ચ કર્યો છે. હોનર 10 લાઈટ સ્માર્ટફોન 4 જીબી અને 6 જીબી રેમ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ભારતમાં 4 જીબી વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 64 જીબી વેરિયન્ટની કિંમત 17,999 રૂપિયા હશે. 12 જાન્યુઆરીથી 12:00 વાગ્યે ફ્લિપકાર્ટ અને ઓનરની વેબસાઇટ પરથી તેનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનર 10 લાઇટમાં વોટરડ્રોપ નોચ સાથે 6.21 ઇંચની સંપૂર્ણ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2280×1080 પિક્સલ છે. તેમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરો છે. આ કેમેરામાં 8 અલગ-અલગ મોડ છે જેમા સારી સેલ્ફી ક્લિક થઇ શકાશે

ફોનમાં 13 + 2 મેગાપિક્સલ ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે. આ ફોન મીડનાઇટ બ્લેક, સેફાયર બ્લુ અને સ્કાય બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં પાવરફુલ કિરન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓનર 10 લાઈટ વિતેલા વર્ષે ચીનમાં લોન્ચ થયો હતો.

Comments

comments

VOTING POLL