અધિકારીઆે રાજકોટને શા માટે મીસ કરે છે…

August 10, 2018 at 5:34 pm


રાજકોટમાં જ રહેતા હોય, રાજકોટની હવા પોતાના શ્વાસમાં લેતા હોય, રાજકોટની રગેરગથી પરિચિત હોય અને રાજકોટ માટે અઢળક પ્રેમ હોય તેવા લોકો રાજકોટ વિશે સારું સારું બોલે તો તેમાં ઝાઝી નવાઈ નથી પરંતુ બીજા રાજ્યની વ્યિક્ત ફરજના ભાગ રુપે રાજકોટ આવે અને કાર્યકાળ પૂરો થાય ત્યારે વીજ શહેરમાં ચાલ્યા જાય તેવી વ્યિક્ત રાજકોટ વિશે શું મને છે તે જાણવું ઘણી વખત ઘણું રસપ્રદ બની જાય છે. આમ તો આઈ એ એસ. અને આઈ પી એસ અધિકારીઆે સમયાંતરે બદલાતા હોય છે અને તેમના સ્થાને નવા અધિકારીઆે આવતા હોય છે. આ પ્રકારની સાઇકલ આખા રાજ્યમાં ચાલતી હોય છે પરંતુ આ બધામાં રાજકોટ કઇંક જુદું પડે છે. કોઈ અધિકારી રાજકોટમાં ફરજ બજાવવા માટે આવે ત્યારે શહેરીજનો તેમને ફૂલડે વધાવતા હોય છે અને તેમને કામ કરવા માટે પ્રાેત્સાહન આપતા હોય છે અને આ અધિકારીની બદલી થાય તો તેમને ભાવભરી વિદાય પણ આપતા હોય છે. આવા અધિકારી પણ અહીની યાદોનું પોટલું લઈને ભારે હૃદયે રાજકોટ છોડતા હોય છે. રાજકોટ આવતા અધિકારીઆેને અહી જે માનપાન મળે છે તે કદાચ બીજે નહિ મળતા હોય.અહીના અખબારો પણ અધિકારીઆેને પ્રશંસાનાં ફૂલ ચડાવવામાં જરાય પાછીપાની નથી કરતા જયારે આ જ અધિકારીઆે અન્ય શહેરમાં ફરજ બજાવવા જાય છે ત્યારે તેમની ખાસ નાેંધ પણ લેવાતી નથી. રાજકોટથી બદલી થઇને ગયેલા અનેક અધિકારીઆેના મોઢે તેઆે રાજકોટને મિસ કરતા હોવાનું કહયું હતું, તાજેતરના જ દાખલો લઈએ તો રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે અઢી વર્ષ સુધી સુંદર કામગીરી કરીને વડોદરા પોલીસ કમિશ્નર તરીકે ગયેલા અનુપમસિંઘ ગેહલોતનો જ દાખલો લઈએ તો તેઆે ક્યારેય રાજકોટને ભૂલવાના નથી અને રાજકોટ પણ તેમને ભૂલશે નહિ તે નક્કી છે. ભૂતકાળમાં મ્યુનિસિપલ કમિશ્નર જગદીશનની બદલી થઇ ત્યારે રાજકોટવાસીઆે તોફાન પણ કર્યા હતા અને કરãયુ પણ લાગ્યો હતો તે વાત કદાચ આજની નવી પેઢીને ખબર નહિ હોય પણ બાકીનાને બરાબર યાદ છે. હમણાં એક સમારોહમાં ભાગ લેવા વડોદરાથી અનુપમસિંહ ગેહલોત અને તેમના શ્રીમતી સંધ્યા ગેહલોત રાજકોટ આવ્યા હતા અને આ સમારોહમાં અનુપમસિંહ ગેહલોતે રાજકોટ વિષે જે કહ્યું તે કદાચ કોઈ રાજકોટના અધિકારી પણ કહી ન શકે. રાજકોટ ખાતેના પોતાના કાર્યકાળ વિષે વાત કરતા કરતા અનુપમસિંહ ગેહલોત લાગણીશીલ બની ગયા હતા અને પોતાના હૃદયમાંથી શબ્દોને છૂટથી નીકળવા દીધા હતા. તેઆે રાજકોટ ખાતેના પોતાના સંસ્મરણો યાદ કરતા રહ્યા અને તેમના હૃદયમાંથી શબ્દો અસ્ખલિત રીતે નીકળતા રહ્યા..હું રાજકોટ ફરજ બજાવવા માટે પહેલી વાર આવતો હતો અને કોઈએ મને કહ્યું હતું કે આ શહેર રંગીલું છે. સામાન્ય રીતે પોલીસ અધિકારી નવી જગ્યાએ જાય ત્યારે ત્યાંની દુકાનો-હોટલે-પાનની દુકાનો વગેરે રાÔરે 11 વાગ્યે બંધ કરાવતા હોય છે અને આમ કરવા પાછળનો હેતુ અસામાજિક લોકો ઉપર પોલીસની ધાક બેસાડવાનો હોય છે. રાજકોટમાં પણ મેં આવી ને આવું શરુ કર્યું પણ પછી છાપાઆેમાં ક્યાંક ક્યાંક ટીકા આવવા લાગી કે રાજકોટવાસીઆે રંગીલા છે અને અહી ક્યારેય કોમી બનાવો બનતા નથી. મને પણ આ વાતનો અનુભવ થયો અને મેં થોડી છૂટ આપી. ..જો કે, કેટલીક બહેનોએ મને પત્ર લખ્યો કે તમે 11 વાગ્યે દુકાનો બંધ કરાવો છો તેને કારણે તેમના પતિ વહેલા ઘરે આવી જાય છે તો આ વ્યવસ્થા ચાલુ રાખજો.મેં આ વ્યવસ્થા ચાલુ રાખી હતી.તેમને કહ્યું કે, વડોદરામાં કમિશ્નર તરીકે ચાર્જ લીધો અને એક બે દિવસ પછી અધિકારીઆેને લઈને રાત્રી રાઉન્ડમાં નીકળ્યો પણ ક્યાંય રાજકોટ જેવી રંગત ન જોવા મળી. લોકો વહેલા ઘરમાં ચાલ્યા જાય છે અને વહેલા કામ ધંધે જવા નીકળી જાય છે જયારે રાજકોટમાં સ્થિતિ ઉલ્ટી છે. અનુપમસિંહ ગેહલોતને રાજકોટનું રેસકોર્ષ અને હેમુ ગઢવી હોલ ઘણા ગમે છે અને તે શહેરની શાન છે એમ માને છે. તેઆે એમ પણ માને છે કે રાજકોટની 99 ટકા પ્રજા સારી છે જયારે માત્ર 1 ટકા ગુનેગારો છે.આ ગુનેગારોને કાબુમાં લેવા માટે મારી પાસે કરણ અને બલરામ જેવા બે અધિકારીઆે હતા. અને તેમની કાર્યપÙતિથી અમે રાજકોટને રંગીલું રાખી શક્ય છીએ. આટલી વાત કરતા કરતા અનુપમસિંહ ગેહલોત ભાવાવેશમાં આવી ગયા હતા અને બોલી ઉઠéા હતા કે, હું રાજકોટને ક્યારેય ભૂલી નહિ શકું.આ બધી વાતો તો ગેહલોત દ્વારા કહેવામાં આવી છે પરંતુ અન્ય અધિકારીઆે આેપન છે જે રાજકોટ વિષે આવી જ લાગણી ધરાવે છે અને આ શહેર, શહેરની આબોહવા, તેના અખબારો અને તેની તાસીરને મીસ કરે છે. નજીકના ભૂતકાળમાં રાજકોટમાંથી ફરજ બજાવીને ગયેલા ડો. વિક્રાંત પાંડે, વિજય નહેરા, મોહન ઝા, કે.એલ.એન. રાવ જેવા અધિકારીઆે આજે પણ રાજકોટનું નામ સાંભળીને તેમના ચહેરા પર િસ્મત આવી જાય છે. અહી આવનારા દરેક અધિકારીઆે એક વાતનો તો જરૂર િસ્વકાર કરે છે કે, અહીની પ્રજા અને પ્રેસનો જે સહકાર તંત્રને મળે છે તેવો સહકાર અન્ય શહેરોમાં મળતો નથી.

Comments

comments

VOTING POLL