અધૂરા માસે પ્રસુતિની પીડામાં કટોકટીભરી હાલતમાં સરકારી તબીબોની મહેનતથી માતા-શિશુ બન્ને ઉગરી ગયા

September 11, 2018 at 12:51 pm


કહેવાય છે ને કે, જીંદગી હોય તો મોત પણ બાજુમાંથી સરકીને જતું રહે!! તેવો જ એક કિસ્સો માતા-પુત્ર વચ્ચે સામે આવ્યો છે. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા રાજેશભાઇ બુટાણીની પત્ની પુજાબેન (ઉ.30) ગર્ભવતી હોય તેમની સારવાર આરોગ્ય કેન્દ્ર બોરડી સમઢીયાળામાં ચાલતી હોય, ત્યારે પુજાબેનના સાતમા માસમાં પેટમાં અસü દુઃખાવો થતાં તેમના પતીએ જણાવેલ કે, આરામ કરવાથી દુઃખાવો દુર થઇ જશે. પરંતુ ગર્ભનો દુઃખાવો સવારના પાંચ વાગ્યા સુધી સતત ચાલુ રહેતા સવારે આશાવર્કર રેખાબેનને તાત્કાલીક બોલાવી જાતા આ દુઃખાવો ડિલેવરીનો હોય તેમને તરંત જ નર્સ જયશ્રીબેનનો સંપર્ક સાધતા મામલો ગંભીર બનતો જઇ રહ્યાે હતો.

જ્યારે આ જરુરીયાતમંદ પરિવાર હાઇ ફેસેલીટી હોસ્પિટલમાં સારવાર આપી શકે તેમ ન હોવાથી સરકારી હોસ્પિટલ ના ડો.કુલદિપ સાપરીયા તથા ચંદ્રીકાબેન અપારનાથીએ ગર્ભવતી મહિલાને અધુરા માસમાં બાળકની ડિલેવરી કરવી પડી હતી. જેથી બાળકનું વજન માત્ર 1.ર કિગ્રા છે. ત્યારે બાળકને બાલ સખા 3 યોજનામાં જોડાયેલ ડો.સ્નેહલ સીતાપરાની હોસ્પિટલમાં એનઆઇસીયુમાં 14 દિવસ ટ્રટીમેન્ટ આપતા બાળક બચી ગયું હતું.

પરંતુ બાળકની માતા પુજાબેન પ્રસુતીના સમય પહેલા ખોરાક લીધેલ ન હોવાથી શરીરમાં ખુબ જ નબળાઇ આવી જતાં તેમની તબીયત લથડવા લાગી તેમજ હિમોગ્લોબીન ઘટી જતાં બેહોશ અવસ્થામાં આવી ગઇ હતી. પરંતુ સરકારી તબીબોની આયર્ન સુક્રાેઝ થેરાપી નિયમીત ફોલોઅપ સારવાર કરી તેમની મેડિકલ કન્ડીશન ભયમુક્ત કરવામાં આવી હતી.

જા કે આ પરિવારની આર્થિક પરિસ્થિતિ જોતા બાળકને એનઆઇસીયુ(કાચની પેટી)માં 14 દિવસ ડો.સ્નેહલ સીતાપરાએ વિનામૂલ્યે સારવાર કરી આપતા બાળકને પણ નવજીવન પ્રદાન થયું હતું. હાલ પુજાબેન તેમના પિયર કણાર્ટકમાં હોય પરંતુ તેમના બાળકનું ટેલીફોનીક રીતે સરકારી તબીબો દ્વારા દેખરેખ રાખવામાં આવેલ છે તેમજ આરોગ્ય સ્ટાફ જરુરી પરિસ્થિતિ ની જાણ કરવામાં આવેલ હોવાથી ત્યાં પણ પ્રત્યક્ષ રીતે પણ ખાસ કાળજી લઇ તબીબોની મહેનત અને ભગવાનની શ્રધ્ધાથી જેતપુર તાલુકાના બોરડીસમઢીયાળાનો પરિવારમાં માતા-પુત્રને જીવનદાન મળતા હરખની હેલી છલકાય છે.

Comments

comments

VOTING POLL