અનામત પ્રથા ફરી ચર્ચાનાં ચગડોળે

October 3, 2018 at 10:33 am


લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનામતની ચર્ચા ફરી શરુ થઇ ગઈ છે. આવા સમયે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને એક હિંમતભર્યું નિવેદન કરીને અનામતની પ્રથા આજના સમયમાં કેટલી તાકિર્ક છે તેવો સવાલ ઉઠાવ્યો છે. તો બીજી તરફ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને પણ અનામત પ્રથા રદ કરવાની માંગણી કરી છે. એક સાથે બે બે વિભૂતિઆેએ અનામત પ્રથા અંગે નિવેદન આપીને રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે.

સુમિત્રા મહાજને કહ્યું હતું કે તેઆે અનામતના વિરોધી નથી પરંતુ એ વિચારવું જરુરી છે કે શું માત્ર અનામત આપતા રહેવાથી આપણા દેશનો ઉદ્ધાર સંભવ છેં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરે માત્ર 10 વર્ષ સુધી અનામત આપવાની વાત કરી હતી જેથી સમાજના પછાત લોકો પણ સૌની સાથે ઊભા રહી શકે. સુમિત્રા મહાજને કહ્યું હતું કે ભારતીય તરીકે, દરેક વ્યિક્તએ દેશ માટે વિચારવું જોઈએ અને વિચાર કરવો જોઈએ કે કઈ રીતે તેમની સંસ્કૃતિ અને સભ્યતાને આગળ લઈ જઈ શકાય તેમ છે.અનામત અંગેના સુમિત્રા મહાજનના નિવેદનનો કાેંગ્રેસે વિરોધ પણ કર્યો છે અને તેમને આ મુદ્દે રાજકારણ નહિ કરવા સલાહ આપી દીધી છે.

બીજી બાજુ શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ શિક્ષણ અને સરકારી નોકરીઆેમાં અનામત પ્રથાને તોડવા પર ભાર મૂક્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા માટે યોગ્ય નથી. આરક્ષણ અસમાનતાનું સર્જન કરે છે. જે લોકો આરક્ષણ પ્રથાને અનુસરે છે તેઆે સમાજના મૂળભૂત માળખામાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે.હિન્દુ ધર્મના વડા શંકરાચાર્ય સ્વરુપાનંદજીએ વધુમાં ઉમેર્યું હતું કે આરક્ષણ પ્રથાનો ઉપયોગ કરી મહેનત વગરની ઉપલિબ્ધઆે હાંસલ કરતી શિડéુઅલ કાસ્ટ અને ટ્રાઇબ્સ તેમના સમાજના જ વિકાસને અવરોધે છે. આરક્ષણ પ્રથા પૂરી પાડવાથી તેઆે કદી સ્વાવલંબી નહી બની શકે.

Comments

comments

VOTING POLL