અનિલ અંબાણીએ હવે ADAGનું હેડ કવાર્ટર વેચવા કાઢયું

July 1, 2019 at 10:38 am


ઋણબોજથી પરેશાન બિઝનેસમેન અનિલ અંબાણી મંુબઈ ખાતેના હેડકવાર્ટરને વેચવા અથવા લાંબા ગાળાની લીઝ પર આપવા પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) કંપનીઆે સાથે ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લેકસ્ટોન અને અમેરિકાના વધુ એક પીઈ ફંડ સહિત વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) કંપનીઆે સાથે વાટાઘાટ ચાલી રહી છે.

સાંતાક્રૂઝ ખાતેના હેડ કવાર્ટરના વેચાણમાંથી અનિલ અંબાણીને રૂા.1500-2000 કરોડ મળવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેચાણનો સોદો પૂરો થયા પછી અંબાણી સાઉથ મુંબઈની જૂની આેફિસ (બેલાર્ડ એસ્ટેટ)માં જશે તેવી શકયતા છે. પ્રક્રિયા સાથે સંકળાયેલી એક વ્યિક્તએ જણાવ્યું હતું કે, અનિલ અંબાણી પ્રાેપર્ટીના સંપૂર્ણ સોદાની તરફેણમાં છે અથવા તેને લાંબા ગાળાની લીઝ પર આપી શકે. બન્ને વિકલ્પ ખુલ્લા છે. અનિલ અંબાણી જૂથની વિવિધ કંપનીઆેના રેટિંગ ડાઉનગ્રેડ પછી ઋણ ચૂકવવા માટે ભંડોળ મેળવવા એડીએજી રિયલ એસ્ટેટ પ્રાેપર્ટીના વેચાણની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એડીએજી સોદા માટે સલાઅ આપવા ટૂંક સમયમાં વૈશ્વિક પ્રાેપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલની નિમણૂક કરશે.
રિલાયન્સ ગ્રુપના પ્રકવતાએ સ્વીકાર્યું હતું કે, તે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની માલિકીની હેડ કવાર્ટર બિલ્ડિંગ સહિત રિયલ એસ્ટેટ એસેટ્સના મોનેટાઈઝેનની યોજના ધરાવે છે. જોકે, તેમણે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. બ્લેકસ્ટોને આ મુદ્દે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

Comments

comments

VOTING POLL