અનિલ અંબાણી પર બદનક્ષીના દાવાની એરિકસનની તૈયારી

October 2, 2018 at 11:19 am


આરકોમ રૂા.550 કરોડ નહી ચૂકવે તો િસ્વડનની ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિકસન અનિલ અંબાણી સામે બદનક્ષીના દાવાની તૈયારી કરી રહી છે. આરકોમએ શુક્રવારે બાકી રકમ ચૂકવવા એરિકસન પાસે 60 દિવસના એકસ્ટેન્શનની માંગણી કરી હતી, જેની કં5નીએ મંજૂરી આપી ન હતી.

આરકોમ નાણાંની ચૂકવણી નહી કરે તો તેને ફરી ઈનસોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એટલે રિલાયન્સ જીઆે સાથે સ્પેકટ્રમના વેચાણનો સોદો અટકી જશે. આરકોમના રૂા.46,000 કરોડનું ઋણ ચૂકવવાના પ્રયાસો માટે આ મોટો ફટકો હશે. સૂત્રના જણાવ્યા અનુસાર એરિકસન અનિલ અંબાણી સામે બદનક્ષીનો દાવો કરી શકે. અંબાણીએ સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હતું કે, એરિકસનને સેટલમેન્ટની રકમ સપ્ટેમ્બર મહિનાના આખરી ભાગમાં ચૂકવી દેવાશે. અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે, આરકોમએ નાણાં ચૂકવવા વધુ 60 દિવસનું એકસ્ટેન્શન માંગ્યું હતું જે એરિકસન સ્વીકારે તેવી શકયતા આેછી છે, કારણ કે કંપનીએ નાણાં માટે લાંબો સમય રાહ જોઈ છે. સુપ્રીમ કોર્ટ 4 આેકટોબરે કેસની સુનાવણી કરશે. નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં પણ એ જ દિવસે કેસ ચાલવાનો છે.

Comments

comments

VOTING POLL