અનિલ અંબાણી મુશ્કેલીમાં: 8000 કરોડની સંપત્તિ વેચવા સામે સ્ટે

March 13, 2018 at 11:52 am


નેશનલ કંપ્ની લો ટ્રીબ્યુનલ દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ઈન્ફ્રાટેલની સંપત્તિ થર્ડ પાર્ટીને વેચવા પરનો પોતાનો સ્ટે યથાવત રાખ્યો છે. બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સ્ટે ચાલુ રહેશે અને તેને પગલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ મુસિબતમાં છે કારણ કે તેને ટાવર અને ફાઈબર રિલાયન્સ જિયોને વેચવાની ડેડલાઈન માર્ચના એન્ડમાં છે અને તે વેચી શકે એમ નથી.
8000 કરોડની સંપત્તિ અનિલ અંબાણી વેચવા માગે છે અને મુકેશ અંબાણી તેને ખરીદવા માગે છે પરંતુ સ્ટે યથાવત રહેતાં અનિલ અંબાણીના કરજનું વ્યવસ્થાપ્ન ગોટે ચડી ગયું છે.
આર.કોમના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમારી કંપ્ની એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલમાં જશે અને સ્ટે હટાવવા માગણી કરશે કારણ કે કંપ્નીના લેન્ડર્સના હિત માટે વેચાણ જરી છે તેવી અપીલમાં દરખાસ્ત કરવામાં આવશે.
આર.કોમના ટાવર અને ફાઈબરની તમામ સંપત્તિ વેચવા સામે નેશનલ લો કમિશન ટ્રીબ્યુનલનો સ્ટે ગઈકાલે પણ ચાલુ જ રાખવામાં આવ્યો હતો અને હકમ થયો છે. જો કે આ સ્ટે સ્પેક્ટ્રમને લાગુ પડતો નથી. ગઈકાલે આ સ્ટે ક્ધટીન્યુ રાખતો આદેશ કંપ્ની લો ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવ્યો હતો અને અનિલ અંબાણી ખરેખરી ઉપાધિમાં મુકાઈ ગયા છે. માર્ચના એન્ડ સુધીની ડેડલાઈન છે અને ત્યાં સુધીમાં જો સંપત્તિ ન વેચાય તો અનિલ અંબાણી કેવી રીતે કરજ વ્યવસ્થાપ્ન કરશે તે સૌથી મોટો પ્રશ્ર્ન અત્યારે ઉદ્યોગ જગતમાં ચચર્ઈિ રહ્યો છે. જ્યાં સુધી બેન્ચની પરમીશન ન મળે ત્યાં સુધી અનિલ અંબાણી પોતાની આ કોઈ સંપત્તિ વેચી શકે તેમ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે.

Comments

comments

VOTING POLL