અનુપમ ખેર, રામ માધવ અને દાસગુપ્તાનું ટ્વિટર એકાઉન્ટ હેક

February 7, 2018 at 10:58 am


Spread the love

જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પછી ભાજપ્ના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પણ મંગળવારે થોડા સમય માટે હેક થયું હતું. જો કે પછી તેને રી-સ્ટોર કરી લેવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી અનુસાર, અનુપમ ખેરના હેક્ડ અકાઉન્ટની જેમ જ રામ માધવના એકાઉન્ટમાં પણ થોડી વાર માટે તુર્કી ભાષામાં ટ્વીટસ જોવા મળ્યા હતા. તેમાંથી કેટલાક ટ્વીટસ હજુ પણ દેખાય છે. તેમાં એક ટ્વીટ પણ થયું હતું, આઈ લવ પાકિસ્તાન. અનુપમ ખેરના ટ્વીટના અંતમાં પણ હેકર્સે આઈ લવ પાકિસ્તાન લખ્યું હતું. એવામાં આશંકા વ્યક્ત કરાઈ રહીછે કે એક જ હેકરે બંનેનું એકાઉન્ટ હેક કર્યું હતું.
રામ માધવના હેક એકાઉન્ટ પર લખેલું હતું, તમારું એકાઉન્ટ તુર્કી સ્થિત સાઈબર આર્મી આઈદીઝ તિમ દ્વારા હેક કરાયું છે. તમારો તમામ જરૂરી ડેટા કેપ્ચર કરી લેવાયો છે. આ જ ટ્વીટ અનુપમ ખેરના એકાઉન્ટથી પણ પોસ્ટ થયું હતું. આ સાથે જ રામ માધવના એકાઉન્ટથી વેરિફાઈડ બ્લુ ટિક પણ થોડી વાર માટે ગાયબ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટસના પ્રમાણે, આ બંને ઉપરાંત રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા અને અર્થશાસ્ત્રી કૌશિક બસુને ટ્વીટર એકાઉન્ટ પણ હેક થઈ ગયું હતું.