અનુષ્કા, દીપિકા અને પ્રિયંકા બાદ વાગશે એકટ્રેસ શ્વેતા બસુના લગ્નના ઢોલ

December 1, 2018 at 1:43 pm


બોલિવુડમાં જાણે તમામને લગ્નનો ચસ્કો લાગ્યો હોય તેમ એક પછી એક એકટ્રેસિસની લગ્નની ડેટો સામે આવતી જાય છે. અનુષ્કા, દીપિકા તેમજ પ્રિયંકા બાદ હવે અભિનેત્રી શ્વેતા બસુ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં જોડાવાની છે.
ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયામાં વરૂણ ધવનની ભાભીની ભૂમિકા ભજવનાર ટીવી એકટ્રેસ શ્વેતા બસુ પ્રસાદ લગ્ન કરવા જઈ રહી છે. બોલિવુડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ શ્વેતા 13 ડિસેમ્બરના રોજ બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે લગ્ન કરશે. શ્વેતા 4 વર્ષથી ફિલ્મમેકર રોહિતને ડેટ કરી રહી છે ત્યારે લાગે છે કે બંનેએ ફાઈનલી લગ્નના પવિત્ર બંધનમાં લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે.

હાલમાં શ્વેતા ઈન્ડોનેશિયામાં છે અને ત્યાના બાલીમાં બેચલર પાર્ટી મનાવી રહી છે 5 દિવસ મિત્રો સાથો એન્જોય કર્યા બાદ શ્વેતા મુંબઈ પરત ફરશે. શ્વેતા બોયફ્રેન્ડ રોહિત સાથે ચાર વર્ષથી રિલેશનશીપમાં છે અને 2 વર્ષથી સાથે રહે છે.

બોલિવુડમાં ફિલ્મીક્ષેત્રે તેના વખાણ થયા હતા. મકડી અને ઈકબાલમાં તેના અભિનયથી લોકો પ્રસન્ન થયા હતા. જો કે વચ્ચેનો સમય શ્વેતા માટે ખરાબ હતો. સેક્સ રેકેટમાં તેનું નામ સામે આવ્યું હતું. આથી પોલીસે તેને હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત હયાત હોટેલમાંથી રંગેહાથો ઝડપી પાડી હતી….અને આ બાબતે શ્વેતાએ પોલીસ સામે ખુલાસો કરતા કહ્યું હતું કે તે પોતાની મજબૂરીને કારણે ખોટા ધંધામાં ફસાઈ હતી. ત્યારે હવે શ્વેતા તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવી લગ્ન કરશે તેવું સંભળાઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL