અન્ડર-19 વર્લ્ડકપમાં ચોથી વાર ભારત ચેમ્પિયન: કાંગારુંઓને કચડયા

February 3, 2018 at 7:43 pm


ન્યુઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ભારતે આેસ્ટ્રેલિયાને 8 વિકેટે કચડી ચોથી વખત વિશ્વ વિજેતાનો તાજ હાંસલ કર્યો છે. આ મેચમાં ભારત વતી મનજોત કાલરાએ અણનમ સદી ફટકારી હતી તો ભાવનગરના હાવિર્ક દેસાઈએ શાનદાર બેટિંગ કરી વિનિંગ શોટ ફટકાર્યો હતો. આખી ટૂનાર્મેન્ટમાં ‘અજેય’ રહેલી કેપ્ટન પૃથ્વી શો એન્ડ કંપનીએ આેસ્ટ્રેલિયાને બીજી વખત પરાજિત કર્યું હતું. આ મેચમાં ટોસ જીતી આેસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 47.2 આેવરમાં 10 વિકેટે 216 રન બનાવ્યા હતાં જેમાં જેક એડવર્ડઝ 28, મેસ બ્રેયન્ટ 14, ચેશન સાંઘા 13, જોનાથન મેર્લો 76, પરમ ઉપ્પલ 34, નાથન મેકસ્વીનીએ 23, બેકસ્ટર હોલ્ટે 13 રન બનાવ્યા હતાં. ભારતીય બોલરોએ શરૂઆતથી જ આેસ્ટ્રેલિયન બેટસમેનોને ફાવવા દીધા ન હતા અને ધડાધડ વિકેટો ઝડપી હતી. ભારત વતી બોલિંગમાં ઈશાન પોરેલે 2, શિવાસિંઘે 2, કમલેશ નગરકોટીએ 2, અનુકુલ રોયે 2 અને શિવમ માવીએ 1 વિકેટ ઝડપી હતી.

આેસ્ટ્રેલિયાએ આપેલા 217 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમે 38.5 આેવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી 220 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી. ભારત વતી બેટિંગમાં પૃથ્વી શોએ 29 અને શુભમ ગીલે 31 રન બનાવ્યા હતાં. જ્યારે મનજોત કાલરાએ અણનમ 101 રન બનાવ્યા હતાં જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરના હાવિર્ક દેસાઈએ 5 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતાં. આેસ્ટ્રેલિયા વતી બોલિંગમાં વિલ સધરલેન્ડે 1 અને પરમ ઉપ્પલે 1 વિકેટ ઝડપી હતી.
આમ આ વિજય સાથે ભારતે ચોથી વખત અન્ડર-19 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. ભારતના વિજય બાદ આખા દેશમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને ભાવનગરમાં હાવિર્ક દેસાઈના ઘેર આતશબાજી અને મીઠાઈ વહેંચવામાં આવી હતી. આખી ટૂનાર્મેન્ટમાં ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વગર સતત જીત હાંસલ કરી હતી અને આેસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં પરાજય આપ્યા બાદ ફાઈનલમાં પણ હરાવ્યું હતું.

તમામ ખેલાડીઆેને 30 લાખ અને કોચ દ્રવિડને 50 લાખના ઈનામની બોર્ડની જાહેરાત
આજે અન્ડર-19 વર્લ્ડકપમાં આેસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ચોથી વખત વર્લ્ડકપ ભારતમાં લાવનાર ભારતના દરેક ખેલાડીને રૂા.30 લાખ અને કોચ દ્રવિડને રૂા.50 લાખના ઈનામની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ વિશ્વવિજેતા ટીમને ક્રિકેટ બોર્ડના અધિકારીઆેએ જીતની શુભેચ્છા પણ પાઠવી હતી.

હાવિર્ક દેસાઈએ સ્ટમ્પની આગળ અને સ્ટમ્પની પાછળ ભજવી મહÒવની ભૂમિકા
અન્ડર-19 વર્લ્ડકપમાં વિકેટકિપર-બેટસમેનની ભૂમિકા ભજવનાર ભાવનગરના હાવિર્ક દેસાઈને ચાર મેચમાં રમવાની તક મળી હતી અને આ ચારેય મેચમાં તેણે સ્ટમ્પની પાછળ અને સ્ટમ્પની આગળ બન્ને બાજુ મહÒવની ભૂમિકા ભજવી હતી. બેટિંગની વાત કરવામાં આવે તો હાવિર્કે ઝીમ્બાબ્વે સામેના મેચમાં અણનમ 56 રન બનાવ્યા હતાં. જ્યારે બાંગ્લાદેશ સામે 32, પાકિસ્તાન સામે 20 અને આેસ્ટ્રેલિયા સામે અણનમ 47 રન બનાવ્યા હતાં. આ ઉપરાંત તેણે સ્ટમ્પની પાછળ ઉભા રહીને અદ્ભુત કેચ અને સ્ટમ્પીગ કરીને વિરોધી ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી.

મનજોત કાલરા મેન આેફ ધ મેચ અને શુભમન ગિલ મેન આેફ ધ સિરીઝ
આજે ભારતને વિશ્વવિજેતા બનાવવામાં અત્યંત મહÒવનું યોગદાન આપનાર બેટસમેન મનજોત કાલરાને ફાઈનલમાં સદી ફટકારવા બદલ મેન આેફ ધ મેચ અને દરેક મેચમાં ફાંકડી બેટિંગ કરનાર શુભમન ગિલને મેન આેફ ધ સિરીઝના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.

મને ભારતના પ્રદર્શન ઉપર ગર્વઃ દ્રવિડ
અન્ડર-19 ટીમના કોચ રાહુલ દ્રવિડે વિશ્વ વિજેતા બનેલી ભારતના પ્રદર્શન બાદ કહ્યું હતું કે મને આ ટીમ ઉપર ગર્વ છે. શરૂઆતથી લઈ ફાઈનલ સુધી આખી ટીમે એક અદ્ભુત પ્રદર્શન કર્યું છે અને આ જીતનો શ્રેય ટીમના દરેક ખેલાડીને જાય છે.

Comments

comments

VOTING POLL