અન્ય સ્માર્ટફોન કંપનીને ટક્કર આપવા માટે Sony કંપનીએ લોન્ચ કર્યું Sony Xperia L2 સ્માર્ટફોન

February 6, 2018 at 10:50 am


સેલ્ફી લવર્સ માટે સારા સમાચાર છે જાપાની ટેક દિગ્ગજ Sony એ ભારતમાં મિડ રેન્જ સેલ્ફી બેઝ સ્માર્ટફોન Sony Xperia L2 લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને CES 2018 પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 2013માં લોન્ચ કરવામાં આવેલાં Xperia L નું આગામી મોડલ છે. કંપનીએ ભારતમાં તેની કિંમત 19,990 રૂપિયા રાખી છે.ગ્રાહકોને આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ, એમેઝોન અને સમગ્ર દેશમાં ઓફલાઈન સોની સ્ટોર્સ પર મળશે. આ પ્રાઈસ સેગમેન્ટમાં આ હેન્ડસેટ Moto X4 અને Vivo V7 જેવા સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે. ગ્રાહકો આ સ્માર્ટફોનને બ્લેક અને ગોલ્ડ કલરનાં ઓપ્શનમાં ખરીદી શકે છે.Xperia L2 માં કોર્નિંગ ગ્લાસની સાથે 5.5 ઈંચ HD 720×1280 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં Mali-T720 GPU ની સાથે 1.5GHz વાળું ક્વોડકોર MediaTek MT6737T પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડ્યુઅલ સિમ સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1.1 નૂગટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. સાથે તેમાં SD કાર્ડ માટે અલગથી સ્લોટ આપવામાં આવ્યું છે.કેમેરા સેક્શનની વાત કરીએ તો Sony Xperia L2 નાં રિયરમાં f/2.0 અપર્ચર અને LED ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમજ તેનાં ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરા સેલ્ફી માટે છે. તેના સેલ્ફી કેમેરામાં 120 ડિગ્રી સુપર વાઈડ એંગલ લેન્સ પણ છે. સાથે તે પોટ્રેટ સેલ્ફી મોડ અને ગ્રુપ સેલ્ફી મોડ આપવામાં આવ્યું છે.Xperia L2 માં 3GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. તેની બેટરી 3300mAh છે. ક્નેક્ટિવિટીની રીતે જોવા જઈએ તો તેમાં 4G VoLTE, Wi-Fi 802.11a/b/g/n/ac, Bluetooth v4.2, GPS/ A-GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેક સપોર્ટ આપવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL