અપરાધી રાજકારણીઓ માટે કેટલીક કોર્ટ રચી: સુપ્રીમનો કેન્દ્રને સવાલ

August 22, 2018 at 11:13 am


ગયા વર્ષે આદેશ આપ્યા બાદ માત્ર અપરાધમાં સંડોવાયેલા રાજકારણીઓના કેસની જ સુનાવણી કરવા કેટલી વિશેષ અદાલતોની રચના કરવામાં આવી તેની માહિતી આપવા સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું.
ગયા વર્ષની 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકારને માત્ર રાજકારણીઓના જ કેસની સુનાવણી કરવા માટે 12 સ્પેશિયલ કોર્ટની રચના કરવાનો તેમ જ એ તમામ કોર્ટ પહેલી માર્ચ 2018થી કાર્યરત થઈ જવી જોઈએ એવો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે શું આ સ્પેશિયલ કોર્ટ સેશન્સ કોર્ટ કે મેજિસ્ટ્રેટ કોર્ટ છે કે કેમ એ અંગે માહિતી આપવાનો તેમ જ તેના પ્રાદેશિક અધિકારક્ષેત્રની જાણકારી પૂરી પાડવાનો સરકારને આદેશ આપ્યો હતો.
પ્રત્યેક સ્પેશિયલ કોર્ટમાં અનિર્ણિત પડી રહેલા કેસની સંખ્યા અંગે જાણકારી આપવાનો પણ તેમણે સરકારને આદેશ આપ્યો હતો. સ્થાપવામાં આવેલી આ સ્પેશિયલ કોર્ટ ઉપરાંત વધુ સ્પેશિયલ કોર્ટ તેઓ સ્થાપવા માગે છે કે કેમ એ અંગે પણ જાણકારી આપવા ખંડપીઠે સરકારને જણાવ્યું હતું અને કેસની સુનાવણી માટે 28 ઑગસ્ટ મુકરર કરી હતી.
દિલ્હી હાઇ કોર્ટ વતી ઉપસ્થિત રહેલા વકીલે માહિતી આપતા કહ્યું હતું કે એક સેશન્સ અને એક મેજિસ્ટ્રેટ એમ બે સ્પેશિયલ કોર્ટની સ્થાપ્ના કરી દેવામાં આવી છે.

Comments

comments

VOTING POLL