અપહરણ-દુષ્કર્મના ગુનાનો આરોપી 6 વર્ષ બાદ ઝડપાયો

July 13, 2018 at 3:32 pm


ડી.ડીવીઝન પોલીસે મુળ ઉખરલાના શખ્સને ઝડપી લઇ તેને તબીબી પરિક્ષણ અથ£ મોકલવા હાથ ધરેલી કાર્યવાહી

શહેરના ડી.ડીવીઝન પોલીસ મથકમાં 2012માં નાેંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને તબીબી પરિક્ષણ અથ£ સર.ટી.હોસ્પિટલમાં મોકલાયો હતો.
ડી.ડીવીઝન પોલીસ મથકમાં નિલેશ સને-2012માં ડી.ડીવીઝન પોલીસ મથકમાં નિલેશ ધીરૂભાઇ પરમાર (રે.હાલ-શાપર, જિ.રાજકોટ, મુળ ઉખરલા, તા.સિહોર, જી.ભાવનગર)ની વિરૂધ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નાેંધાયા બાદ નિલેશ પરમાર નાસી છુટéાે હતો જે આજદિન સુધી પોલીસને થાપ આપી નાસતો-ફરતો રહ્યાે હતો.દરમ્યાનમાં રથયાત્રા સંદર્ભે ડી.ડીવીઝન પોલીસ કાફલો ચેકીગ અને તપાસમાં હતો ત્યારે પુર્વ બાતમીના આધારે નિલેશ ધીરૂભાઇ પરમારને પોલીસે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા નિલેશ પરમારને તબીબી પરિક્ષણ અથ£ સર.ટી.હોસ્પિટલમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ડી.ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL