અપેક્ષા મુજબના માર્કસ ન આવતા નાસીપાસ ધો.10ની તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

May 29, 2018 at 6:40 pm


આજે દરેક ક્ષેત્રમાં આગળ રહેવાની જાણે કે હોડ મચી છે અને શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી પરંતુ આ અવ્વલ રહેવાની મહત્વકાંક્ષા જયારે પુરી નથી થતી ત્યારે ધીરજ ગુમાવી ચુકેલી કે નાસીપાસ થયેલી આજની યુવા પેઢી આત્મઘાતી પગલાઆે ભરી લે છે.
આવી જ એક કરૂણ ઘટના રાજકોટના માધાપરમાં બની હતી. અહી રહેતી એક વિપ્ર તરૂણીએ ધો.10માં ધાર્યા મુજબનું
પરિણામ નહી આવતા નિરાશ થઈને ગળાફાંસો ખાઈ જીવનનો કરૂણ અંત આણી લેતાં સમગ્ર પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.
જામનગર રોડ પર આવેલા માધાપર ગામમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ સામે રહેતા વિરમભાઈ ચાંઉ પોતે ડ્રાઈવીગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઆેને સંતાનમાં એક પુત્રી સેજલ ઉ.વ.16 તથા પુત્ર હરદેવ ઉ.વ.14 બે સંતાનો છે. વિરમભાઈને આર્થિક મદદરૂપ થવા તેના પત્ની મનીષાબેન હોસ્ટેલમાં કામ કરે છે. પતિ-પત્ની અને બે સંતાનોના સુખી કુટુંબમાં પુત્રી સેજલ એરપોર્ટ રોડ પર મારૂતીનગરમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં ધો.10માં ભ્યાસ કરતી હતી. પુત્ર હરદેવ ધો.6માં અભ્યાસ કરે છે. ધો.10ની પરીક્ષા આપી હોય અને ગઈકાલે ધો.10નું પરિણામ જાહેર થતાં સેજલને પરીક્ષામાં 64 ટકા મળ્યા હતા પરંતુ તેની મહેનત પ્રમાણે તેની ધારણા અંદાજે 85 થી 90 ટકા આવવાની હતી અને આેછંુ પરિણામ આવતા ગઈકાલે રાત્રીના સેજલે તેની માતા મનીષાબેન અને પિતા વિરમભાઈને કહ્યું હતું કે, મારે પેપર ખોલાવવા છે. પિતા વિરમભાઈએ પેપર ખોલાવવાની હા પાડી હતી.

દરમિયાન આજે સવારે પિતા વિરમભાઈ ધંધા પર ગયા અને માતા મનીષાબેન હોસ્ટેલ પર કામે ગયા ત્યારે ડીપ્રેસનમાં આવેલી સેજલે આજે સવારે પોતાના ઘરે પંખાના હૂંકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL