અફઘાનિસ્તાનમાં બોમ્બ નિષ્ક્રિય કરતી વખતે ધડાકો થતાં૧૬ના મોત

May 23, 2018 at 10:46 am


દક્ષિણી અફઘાનિસ્તાનમાં મંગળવારે એક નાની વાનમાં ભરેલા વિસ્ફોટને નિષ્ક્રિય કરવા દરમિયાન બ્લાસ્ટ થતાં ૧૬ના મોત નિપયા છે. આ દૂર્ઘટનામાં ૩૮ લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજબ આતંકીઓ રમઝાન મહિના અંતે ભીડ વચ્ચે મોટો હત્પમલો કરવાની સાજિશ કરી રહ્યા હતા, યારે લોકો ઇદની ખરીદવા પોત–પોતાના ઘરમાંથી બહાર નીકળ્યાં હતા. જો કે હજુ સુધી આ બ્લાસ્ટને લઇને કોઇ ગ્રુપે જવાબદારી સ્વીકારી નથી.
પ્રાંતીય ગર્વનરના પ્રવકતા દાઉદ અહમદીએ જણાવ્યું કે કંધારના જે બસ સ્ટેશન પાસે વાન ઉભી હતી ત્યાં સુરક્ષા દળોએ આ વિસ્તારને પહેલાથી ખાલી કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ ઘણો ભયંકર હતો અને વિસ્તારને ખાલી કરાવ્યો હોવા છતાં ત્યાંથી પસાર થઇ રહેલા લોકો તેનો શિકાર બન્યા.
પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે યારે સુરક્ષાદળોએ યારે વાનમાં રહેલ વિસ્ફટકોને નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યેા કે તરત જ બ્લાસ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં ચાર સુરક્ષાકર્મી અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે યારે ૧૦ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
આ ઘટનાસ્થળ પર બે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે. સુરક્ષાદળોને ઘટનાસ્થળ પરથી વિસ્ફોટ ભરેલું એક મોટુ કન્ટેનર મળ્યુ છે. તે સિવાય રોકેટ લોન્ચર, આત્મઘાતી જેકેટ અને કારતૂસ મળ્યાં છે. જો કે મળતાં અહેવાલ મુજબ આતંકીઓ કાબુલમાં મોટો હત્પમલો કરવાની સાજીસ રચી રહ્યાં છે

Comments

comments

VOTING POLL