અબડાસામા પાકિસ્તાની નાગરિકને ભાજપની સદસ્યતા અંગે ચકચાર

September 14, 2019 at 9:09 am


ભાજપ દ્વારા ચાલી રહેલા સદસ્યતા અભિયાન દરમિયાન કચ્છના અબડાસા પંથકમાં ઘણા સમયથી રહેતા અને પાકિસ્તાનનુ નાગરિકત્વ ધરાવતા વ્યક્તિને સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સદસ્ય બનવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે કચ્છ જીલ્લા ભાજપ દ્વારા એક પાકિસ્તાની નાગરિકને ભાજપ સદસ્ય બનાવી દેવામાં આવ્યો હોવાનો સોશ્યલ મીડિયામાં ફોટા વાઈરલ થયા છે પાકિસ્તાની નાગરિક ભાજપ સદસ્ય બનાવી દેવાના મામલે વિવાદ બાદ આખરે કચ્છ ભાજપ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાની નાગરિક ભાજપ સભ્ય નથી અને ભાજપના સદસ્ય ફોર્મ ફોટા મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છભરમા ચર્ચાનો મુદ્દો બન્યો હતો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠી જીલ્લાનાં ગામમાં રહેતા જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઇસિંહ મેર છેલ્લા ચારેક વર્ષથી કચ્છનાં નખત્રાણામાં લોન્ગ ટર્મ વિઝા (એલટીવી) રહે છે. મીઠી જિલ્લા અને તાલુકાના નાથળો ગામના આ વ્યક્તિનો ફોટો વાયરલ થયો છે તેમાં તે ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ આપતા જોવા મળે છે. જેમાં ભાજપના હોદ્દેદારો પણ નજરે પડી રહ્યા છે સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા ફોટા બાદ તેમણે ખુલાસો કર્યો છે કે તેમના માતા પિતા ભારતીય નાગરિક છે તેમને પણ ભારતીય નાગરિત્વ માટે અરજી કરી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન છે ભાજપ માટે તે ચુંટણી સમયે પ્રચાર પણ કરે છે ફોટામાં જે તેમના હાથમાં ફોર્મ છે તે તેમના કાકાનુ સદસ્ય ફોર્મ હોવાનો ખુલાસો કર્યો છે તેમને ભાજપમાં જોડાવવા માટે સદસ્ય ફોર્મ ભર્યું નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતીપાકિસ્તાની નાગરિક ભાજપ સદસ્ય બનવાના વિવાદ લઈને કચ્છ જીલ્લા ભાજપના પ્રવક્તાએ પાકિસ્તાની નાગરિક ભાજપ સદસ્ય બનાવામાં આવ્યો નથી સોશ્યલ મીડિયામાં જે ફોટો વાઈરલ થયો છે તે મામલે તપાસ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી

Comments

comments