અબડાસા નજીક અકસ્માતે યુવાનનું મોત

July 15, 2019 at 9:15 am


અબડાસા તાલુકાના મોથાળા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નીજપ્યું હતું.
આ બનાવની મળતી વિગતો મુજબ અબડાસા તાલુકાના મોથાળા ભવાનીપર હાઈવે પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ રોંગ સાઈડમાં આવતાં ટ્રક ચાલકે ટેમ્પાને હડફેટે લેતાં ટેમ્પાના ચાલક ચતુરગર ગુંસાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL