‘અબ દિલ કી સુન’ વેબ સીરીઝમાં શમા સિકંદર ૫૬ વર્ષની મહિલાની ભૂમિકા નિભાવશે

February 27, 2018 at 2:00 pm


અભિનેત્રી સમા સિકંદર હવે વેબ સિરીઝ ‘અબ દિલ કી સુન’ માં મુખ્ય ભૂમિકા કરવા માટે તૈયાર છે. આપેલા નિવેદન અનુસાર, આ વેબ સિરીઝનું નિર્માણ તેણે તેના જ પ્રોડક્શન હાઉસ હેઠળ કર્યું છે. જેમાં તે પેહલીવાર ૫૬ વર્ષની મહિલાની ભૂમિકામાં નજર આવશે. એટલું જ નહીં તે ૨૬ વર્ષની છોકરીના રોલમાં પણ દેખાશે.
શમા કહે છે કે હું આ ૫૬ વર્ષની મહિલાની ભૂમિકા કરવા માટે ઘણી ઉત્સાહિત છું.મેં આવી ભૂમિકા ક્યારેય પણ કરી નથી. હું આ વેબ સીરીઝને લઈને ઘણી ખુશ છું. તમારે બસ આ શૉની રાહ જોવાની છે. આ
ફિલ્મ કલાકાર વિક્રમ ભટ્ટની ‘ માયા’ વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે. આ સિરીઝ પણ ખુબ હિટ રહી હતી. હવે સમાની આ નવી સિરીઝ આવતા મહિને રિલીઝ થશે.

Comments

comments

VOTING POLL