અભ્યાસ બાબતે ઠપકો આપતા 10 વર્ષનો કીશોર 10 કી.મી. રેલ્વે ટ્રેક ઉપર ચાલ્યો!

September 12, 2018 at 2:05 pm


આજની ટીનએજર્સ પેઢી નાની-નાની બાબતોમાં નિરાશ અને નાસીપાસ થઇને ઘર છોડી દે છે ત્યારે આવો જ એક કીસ્સો જામનગરનો બન્યાે છે જેમાં મુળ બિહારના તથા કેટલાક વર્ષથી જામનગર સ્થાયી થયેલ પરિવારના 10 વર્ષના કીશોરને અભ્યાસ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા તે 10 કી.મી. સુધી પગપાળા રેલ્વે ટે²ક ઉપર ચાલીને ટ્રેન મારફતે પોરબંદર આવી પહાેંચ્યો હતો. જો કે, રાજય રેલ્વે પોલીસની જાગૃતીને કારણે તેને તેના પરિવારજનોને સાેંપી દેવામાં આવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, મુળ બિહારના અગીયાવ તાલુકાનો તથા છેલ્લા કેટલાક વર્ષોથી જામનગર રહેતો અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતો સાહીલકુમાર મનોજસિંહ રાજપુત ઉ.વ. 10ને તેના પરિવારજનોએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો આથી તે શાળાએથી છુટયા પછી ઘરે જવાને બદલે 10 કી.મી. જેટલો રેલ્વે ટ્રેક ઉપર ચાલીને દરેડ સુધી આવ્યો હતો અને ત્યાંથી તેને એવું લાગ્éું કે, ટ્રેન બિહાર જઇ રહી છે આથી તેમાં ચડી ગયો હતો પરંતુ એ ટ્રેન ભાણવડ જતી હતી આથી તે ભાણવડ ઉતરી ગયો હતો અને ત્éાંથી અન્ય ટ્રેન પોરબંદર આવતી હોવાથી તેમાં બેસી ગયો હતો. ભાણવડ-પોરબંદર લોકલ ટ્રેન રાત્રે પોણા અગીયાર વાગ્યે પોરબંદરના પ્લેટફોર્મ ઉપર આવી ત્યારે સાહીલકુમાર ત્éાં ઉતર્યો હતો અને ત્યારબાદ રેલ્વે સ્ટેશન ઉપર આંટાફેરા કરતો હતો. આથી રાજય રેલ્વે પોલીસના એ.એસ.આઇ. ધનજીભાઇ તથા કોન્સ્ટેબલો માલદેભાઇ અને કેતનભાઇ વગેરે પેટ્રાેલીગમાં હતા ત્યારે આ કીશોરની પુછપરછ કરી હતી.
તેણે એવું જણાવ્éું હતું કે, ઘરેથી ઠપકો આપતા તે નિકળી ગયો હતો આથી તેના પરિવારના સભ્યોના મોબાઇલ નંબર મેળવીને જાણ કરતા તેની માતા પ્રતિમાદેવી અને ફºવાનો પુત્ર બન્ને જામનગરથી પોરબંદર આવી પહાેંચ્યા હતા અને સાહીલકુમારને તેના પરિવારજનોને સાેંપી દેવામાં આવ્યો હતો. આમ પોરબંદર રાજય રેલ્વે પોલીસની જાગૃતિના કારણે આ બાળકનો તેના પરિવારજનો સાથે પુનઃ ભેટો થયો છે અન્યથા તે રખડતી-ભટકતી અવસ્થામાં બિહાર પહાેંચી ગયો હોત તો તેના પરિવારજનો માટે પણ ગંભીર પરિિસ્થતિનું નિમાર્ણ થયું હોત. તેના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે, એકાદ દિવસ સુધી શોધખોળ કર્યા બાદ જો પત્તાે મળ્યો ન હોત તો તેની પોલીસ ફરિયાદ નાેંધવાની તૈયારી હતી પરંતુ પોરબંદર પોલીસની જાગૃતિના કારણે તેમનો પુત્ર હેમખેમ મળી ગયો છે તેથી તેઆેનો પણ તેમણે આભાર માન્યાે હતો.

Comments

comments