અમદાવાદથી જામનગર આવી ભુલી પડેલી સગીરાનું ભાઇ સાથે પુનઃ મિલન કરાવાયુ

August 20, 2018 at 1:33 pm


જામનગરમાં ગઇકાલે એક થર્ડ પાર્ટી દ્વારા 181ને કોલ દ્વારા કોઇ અજાણી સગીરા મળી આવેલ છે તેવી જાણ કરવામાં આવતા મદદ માટે જામનગર 181 ની ટીમ ઘટના સ્થળે પહાેંચી હતી, આશરે 15 વર્ષની અજાણી સગીરાનું નામ અને સરનામું પુછવામાં આવતા મુળ ઉત્તરપ્રદેશના જવાનપુર જીલ્લાના તલવય ગામની રહેવાસી હોવાનુ અને હાલમાં એક મહીનાથી અંકલેશ્વર મીરાનગરમાં ભાઇના ઘરે રહેવા આવેલ હોય અને તેની મોટી બેનના છોકરા સાથે મોબાઇલ પર વાતચીત કરતી હોય તેથી તેમની ભાભી અને ભાઇએ ઠપકો આપ્યો હતો, દરમ્યાનમાં તેણી ભાઇના ઘરેથી નીકળી ગઇ હતી એ પછી આ બાબતની જાણ થતા સમજાવીને ઘરે લઇ ગયા હતા જો કે ભાભી સાથે બોલાચાલી થઇ હોવાથી ઉત્તરપ્રદેશ પાછી જવા માટે નીકળી હતી.

અમદાવાદથી જામનગર બસમાં બેસીને આવી હતી અહી સગીરાના ભાઇ મુકીને જતા રહયા હોય તેણી ગભરાયેલી હાલતમાં હતી 181 ટીમના કાઉન્સીલર સરલાબેન ભોયા, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન અને પાયલોટ માલદેવભાઇ ઘટના સ્થળે પહાેંચ્યા હતા કાઉન્સીલીગ કરતા સગીરા ઘરે જવા તૈયાર ન હોય તેને સમજાવી સપોટ પુરો પાડી અને છેવટે સમજાવટથી તેમના પિતાનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો, ભાઇ બહેનનો પણ સંપર્ક કરાવી સગીરાને એક દિવસ માટે વિકાસગૃહમાં રાખેલ હોય એ પછી સગીરાના ભાઇ જામનગર લેવા આવ્યા હતા અને કાયદાકીય સમજણ આપી ફરી તરછોડી ન દે એ માટે સમજાવીને કાયદાનું ભાન કરાવ્યુ હતું આમ વિખુટી પડી ગયેલ સગીરાને તેના ભાઇ સાથે પુનઃ મિલન કરાવ્યુ હતું.

Comments

comments

VOTING POLL