અમદાવાદમાં આગ વરસાવતી ગરમીથી લોકો ભારે ત્રાહિમામ

April 12, 2019 at 8:34 pm


Spread the love

અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. પારો વધીને ૪૩ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમીના કારણે લોકો હવે ભારે પરેશાન થઇ ગયા છે. આજે બપોરના ગાળામાં તો લોકો ઘરમાંથી બહાર પણ ન નિકળી શકે તેટલી હદ સુધી ગરમીનો અનુભવ થયો હતો. રસ્તાઓ ઉપર ગરમ પવનોના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આકાશમાંથી આગ વરસે તે પ્રકારની Âસ્થતિ સર્જાઈ હતી. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર રહ્યો હતો જેમાં ડિસામાં ૪૨.૧, ગાંધીનગરમાં ૪૨.૪, વીવીનગરમાં ૪૨.૪, વડોદરામાં ૪૨.૨, અમરેલીમાં ૪૨.૨ સુધી પારો રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પણ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી જ રહેશે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. ગરમીથી આવતીકાલે પણ કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉંચા તાપમાનમાં સામાન્યરીતે કોઇ નુકસાન થઇ શકે તેમ નથી પરંતુ નવજાત શિશુ, મોટી વયના લોકોને ક્રોનિક રોગ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર ગરમીને ટાળવાના પ્રયાસ થવા જાઇએ. હળવા વ†ો પહેરવા જાઇએ જેમાં લાઇટ કલરના કોટનના વ†ો ઉપયોગી રહે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની Âસ્થતિ જાવા મળી રહી છે. આવી Âસ્થતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ છાંટા પડી શકે છે જેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી અને જુનાગઢમાં પણ હળવા વરસાદી છાંટા પડી શકે છે.