અમદાવાદમાં છ ઇંચથી વધુ મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

August 10, 2019 at 11:34 am


અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે તૂટી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે સજાર્યેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા રાત્રિના ત્રણ વાગ્યા સુધી મની કંટ્રાેલ રુમ ખાતે હાજર રહ્યા હતા અને અધિકારીઆેને જરુરી સુચના આપી સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા હતા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા શહેરના માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા જેના લીધે અખબાર નગર અન્ડરપાસ, પરિમલ અન્ડરપાસ તથા ઉસ્માનપુરા અંડરપાસ સહિત તમામ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ સરખેજ વિસ્તારમાં સાડા આઠ Iચ જેટલો નાેંધાયો હતો.

હવામાન વિભાગે અમદાવાદમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જેના પગલે તંત્ર સાબદું બન્યું હતું. સૌથી નાેંધનીય બાબત એ છે કે છેલ્લા 36 કલાકથી ત્રુટક ત્રુટક વરસાદ વરસી રહ્યાે હોવાથી જળ સ્ત્રાવ ની સમસ્યા વધુ ગંભીર બની નથી. તેમ છતાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના છ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
મોડી રાત્રે વરસાદે ભારે જોર પકડતા શહેરના અનેક વિસ્તારો માં જળબંબાકારની સ્થિતિ સજાર્ઇ હતી., અને ભારે વરસાદને લીધે શહેરની શાળા કોલેજો પણ બંધ રહી હતી જેમાં અમદાવાદના નીચાણવાળા વિસ્તાર ગણાતા નારોલ નરોડા વટવા મણીનગર ઇસનપુર સીટીએમ હાટકેશ્વર આેઢવ વગેરે અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા પરિસ્થિતિ વધુ કફોડી બની હતી. જ્યારે બીજી તરફ વિકસિત ગણાતા શહેરના પિશ્ચમ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. નવરંગપુરા થી માડી ને હેલ્મેટ સર્કલ, શિવરંજની, નેહરુનગર, પકવાન ચાર રસ્તા થી સિંધુભવન રોડ તથા બોપલ અને ઘુમા થી એસ.જી.હાઈવે, ડ્રાઇવ ઇન રોડ વગેરે તમામ માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અને રાત્રે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અનેક માર્ગો પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ ફરિયાદો ફાયર બ્રિગેડ તથા મ્યુની. કંટ્રાેલરુમને મળી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર શહેરના નીચાણવાળા વિસ્તારો પૈકી હાટકેસવર સર્કલ સંપૂર્ણ બેટ મા ફેરવાયુ હતું. ખોખરા થી હાટકેસવર સી ટી એમ માર્ગ પાણી મા ગરકાવ થતાં ટ્રાફિક અવરજવરને ભારે અસર થઈ હતી. મણિનગર ગોર ના કુવા માર્ગ પર ગુરુજી રેલવે આેવરબિજ નીચે શારદાબેન ની વાડી પાસે લાખો ના ખચે બનાવાયેલ વરસાદી પાણી ના નિકાલ માટે નો સમ્પ શોભા ના ગાંઠિયા સમાન સાબિત થયો
જ્યારે ગોરના કુવા વિસ્તાર મા ગળાડૂબ પાણી ભરાયા હતા. અમરાઈવાડી મેટ્રાે રેલ ની પાસે જનતાનગર, ગાયત્રીનગર રાજપુર પોસ્ટ આેફિસ પાસે તેમજ જોગણી માતા ના મંદિર પાસે પણ પાણી ભરાતા સમગ્ર વિસ્તાર મા જળબંબાકારની સ્થિતિ સજાર્ઇ હતી. સી ટી એમ જામફળવાડી વિસ્તાર, સી ટી એમ રામોલ માગં પર કુશાભાઉ ઠાકરે હોલ સામે, કેનાલ પાસે ના નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાતા અનેક ઘરોમા વરસાદી પાણી ઘુસી ગયા હતા. જ્યારે વટવા પુનિતનગર રેલવે ફાટક પાસે પણ પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનો ના આેટલા આે સુધી પાણી ફરી વળ્યા હતા. મિંતનગર વિસ્તાર ઈશનપુર માગં પાણી મા ગરકાવ થતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડéાે હતો. મણિનગર જવાહરચોક વિસ્તારો મા તથા બીઆરટીએસ રુટ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા.
ભારે વરસાદને કારણે પિમ્પંગ સ્ટેશનોમાં પાણી ઘૂસી ન જાય તે માટે મ્યુનિ અધિકારીઆે દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.તાજા મળતા અહેવાલ મુજબ અમદાવાદના બોપલ માં સુધા ફ્લેટની એક દિવસ ધરાશાયી થતા ચાર લોકોના મૃત્યુ થયા હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી.
અમદાવાદમાં શુક્રવાર સાંજથી શરુ થયેલો વરસાદ હજુ પણ થોડા થોડા સમયના વિરામ બાદ ફરી વરસી રહ્યાે છે. અત્યારસુધી અમદાવાદના જુદાજુદા ઝોનમાં 4 થી 6 ઇંચ અને સરખેજમાં 8. 30 જેટલો વરસાદ નાેંધાયો હોવાથી અમદાવાદ શહેરમાં સરેરાશ 6 થી વધુ વરસાદ નાેંધાયો હોવાનો સત્તાવાળાઆે દ્વારા દાવો કરવામાં આવી રહ્યાે છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક અને ભારે વરસાદને લીધે આજે સવારે અમદાવાદ થી રાજકોટ જવાના રસ્તે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સજાર્યા હતા.

Comments

comments