અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાલઃ દેખાવકારોએ 9 બસોમાં કરી તોડફોડ

July 30, 2018 at 4:02 pm


Spread the love

પોતાની પડતર માંગોને લઇને અમદાવાદના રીક્ષા ચાલકોએ આજે સોમવારે હડતાળ ઉપર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની આ હડતાળ ધીમે ધીમે ઉગ્ર બનતી જાય છે. મળતી માહિતી પ્રમાણે હડતાળનું ચુસ્ત પાલન કરાવવા માટે કેટલાક રીક્ષા ચાલકો રસ્તા ઉપર ઉતરીને રીક્ષાઆે બંધ કરાવી રહ્યા છે. ચાલુ રીક્ષાના ચાલકો સાથે હડતાળીયા ચાલકોએ ઝપાઝપી કરી હોવાની પણ ઘટનાઆે બની છે. દેખાવકારો બળજબરીથી રીક્ષાઆે બંધ કરાવી રહ્યા છે. સાથે સાથે રીક્ષા ચાલકોએ અમદાવાદની મહત્વની સેવા એવી એએમટીએસ બસોને પણ નિશાન બનાવી રહ્યા છે. બપોરી સુધીમાં દેખાવકારોએ આશરે 9 જેટલી એએમટીએસ બસોને નિશાન બનાવી છે. દેખાવકારોએ આ બોસમાં તોડફોડ કરીને જાહેર સંપત્તીને નુકસાન પહાેંચાડી રહ્યા છે. રીક્ષા ચાલકોની હડતાળના કારણે મુસાફરોની કફોડી પરિસ્થિતિ થઇ છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ રીક્ષા ચાલોકની હડતાળ શરુ થઇ ગઇ છે. આ હડતાળ ધીમે ધીમે હિંસક બનતી જાય છે. સોમવારે સવારે એક રીક્ષા ચાલક 132 ફૂટ રિ»ગ રોડ ઉપર આવેલા હેલ્મેટ સર્કલ પાસેથી એક રીક્ષા ચાલક રીક્ષા લઇને પસાર થઇ રહ્યાે હતો.ત્યારે અન્ય હડતાળીયા રીક્ષા ચાલકોએ તેને રોકીને તેની સાથે ઝપાઝપી કરી હતી. દેખાવકારોએ તેને માર્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. ઝપાઝપીમાં રીક્ષા ચાલકનું શર્ટ ફાટી ગયું હતું. આમ હડતાળીયા રીક્ષા ચાલકોની રીતસરની દાદાગીરી જોવા મળી હતી. અન્ય રીક્ષા ચાલોકને બળજબરીથી રીક્ષાઆે બંધ કરાવી રહ્યા છે.