અમદાવાદમાં રેસિડેન્ટ ટાવરમાં આગ લગતા પતિ-પત્નીનાં કરુણ મોત

November 24, 2018 at 4:14 pm


અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા એક આલીશાન ટાવરમાં આગના બનાવને પગલે બે લોકોનાં મોત થયા છે.જયારે 3ને ઇજા પહાેંચી છે. મળતી માહિતી પ્રમાણે મોડી શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં એક ઈશાન રેસિડેન્ટ ટાવરમાં આગ લાગી હતી અને આ આગમાં અંગ્રેજી અખબાર ટાઈમ્સ આેફ ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા અચલ શાહ અને તેમના પત્નીનું ગુંગળાઈ જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા ઈશાન ટાવરના એક ફ્લેટમાં આગ લાગી હતી. ઘરમાં લાગેલી આગ બાદ પાંચ લોકોને સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે લોકોનાં મોત થાય છે, જ્યારે ત્રણ લોકો સારવાર હેઠળ છે.

ઘરમાં આગ લાગી ત્યારે અચલ શાહ, તેમના પત્ની, માતા અને દીકરી ઘરમાં હતા. આગને કારણે અચલ શાહ અને તેમના પત્નીનું સારવાર દરમિયાન મોત થઈ ચુક્યું છે. જ્યારે તેમની 17 વર્ષની દીકરી અને માતાની હાલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તમામને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘર બંધ હોવાને કારણે ધુમાડો બહાર ન નીકળતા અમુક લોકો બેભાન થઈ ગયા હતા.

Comments

comments