અમદાવાદમાં વરસાદના વિઘ્ન વચ્ચે એનડીઆરએફનું બચાવ રાહત કાર્ય: તપાસના આદેશો

August 27, 2018 at 11:41 am


અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા, જ્યારે હજી પણ 2 લોકો કાટમાળ નીચે હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેમને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આજે સવારે વરસાદના વિઘ્ન વચ્ચે બચાવ રાહત કાર્ય શ થયું હતું. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશો આપ્યા છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમનું નામ કિરણબેન સરોજભાઈ (ઉ.28), સુરેશકુમાર હરદેવભાઈ (ઉ.35), ભારતીબેન પટણી (ઉ.38), અજયભાઈ પટણી (ઉ.20) ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. આ સિવાય ગાંધીનગરથી એનડીઆરએફની 5 ટીમોની પણ મદદ લેવાઈ હતી.
કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધખોળ માટે સ્નીફર ડોગની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં 4 સ્નીફર ડોગ અને 125 જેટલા જવાનો દ્ગારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રાતભર એનડીઆરએફની ટીમોએ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL