અમદાવાદમાં વેપારીનો પત્ની અને 16 વર્ષની દીકરી સાથે સામૂહિક આપઘાત

September 12, 2018 at 11:13 am


નરોડામાં કોસ્મેટીક વસ્તુઆેનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. વેપારીએ તેમની આશરે 75 વર્ષની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થીક હોવાનું પોલીસ માની રહી છે..
નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટીકનો વેપાર કરતા કૃણાલભાઈ ત્રિવેદી (ઉં.50), તેમના પત્ની કવિતાબેન ત્રિવેદી (ઉં.45) અને તેમની 16 વર્ષની દીકરી સીરી (ઉં.16) તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા અને કોસ્મેટીકનો વેપાર કરતા હતા. છેલ્લા 24 કલાકથી તેમના સંબંધીઆે સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઆેને શંકા ગઇ હતી. સંબંધીઆે નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રુમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરુમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ ઝેર પીધેલી હાલતમાં નીચે અને કૃણાલભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. .
ઘટનાની જાણ થતા નરોડા પી.આઈ એચ.બી વાઘેલા ઉપરાંત એ.સી.પી. જે.પી રાઆેલ દોડી આવ્યાં હતા. ડીસીપી ઝોન-4 નિરજ બડગુર્જરે જણાવ્યું હતુ કે, ત્રણેયે ફાંસો ખાતા પહેલા ઝેર ગટગટાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વેપારીએ આપઘાત પહેલા તેમની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવ્યું હોવાનું હાલ અનુમાન છે. વૃધ્ધાને હોસ્પિટલ ખસેડાયા છે..

Comments

comments

VOTING POLL