અમદાવાદમાં શરૂ થઈ બેનામી પ્રાેપર્ટીના કેસ માટેની ખાસ કોર્ટ

February 4, 2019 at 10:54 am


પોતાની ટેક્સ ભર્યા વગરની ધરખમ કમાણી એટલે કે કાળાં નાણાં’નું રોકાણ કરવા કોઈપણ વ્યિક્તના નામે મિલકતની ખરીદી લેવાની. આ પ્રકારે મિલકત એટલે કે પ્રાેપર્ટીની ખરીદી કરનાર હવે કાયદાના સકંજામાંથી બચી નહી શકે. કેન્દ્ર સરકારે બેનામી પ્રાેપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ’માં સુધારો કર્યા પછી ઈડી, ઈનકમ ટેક્સ, એસીબી જેવી એજન્સીઆેને પૂરતી સત્તાઆે આપી છે. બીજાના નામે રોકાણ કરીને મેળવેલી છૂપી આવક’ એટલે કે કાળા નાણાંથી બેનામી પ્રાેપર્ટી ખરીદનાર સામે ઝડપથી કેસ ચલાવવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશથી ખાસ કોર્ટ’ની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઈમાનદારીથી આવક કરો, ટેક્સ ભરો’નો નવો મંત્ર આપ્યો છે. આમ છતાં, લોકહિતાર્થે ઉપયોગમાં લેવાતી ટેક્સની રકમ ભરવાના બદલે બેનંબરી આવકનું બીજાના નામે રોકાણ કરનારાં નાગરિકો ઉપરાંત સરકારી બાબુઆે, બિલ્ડરો ઉપર એજન્સીઆેની નજર રહેશે. ગુજરાત હાઈકોર્ટના આદેશથી કોર્ટની રચના કરી પ્રિિન્સપલ ડિસ્ટિ²ક્ટ જજની નિમણૂક પણ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલી બેનામી પ્રાેપર્ટી કોર્ટ અમદાવાદમાં કાર્યરત કરવા જાહેરનામું બહાર પડાયું છે..

કેન્દ્રના નાણાં મંત્રાલયે તા. 16-10-2018ના જાહેરનામું બહાર પાડéું તેના પગલે ગુજરાત હાઈકોર્ટે તા. 9 જાન્યુઆરી 2019ના હુકમથી ખાસ કોર્ટ’ની રચનાનું જાહેરનામું બહાર પાડéું હતું. આ પરિપત્રના આધારે અમદાવાદ શહેર અને 9 જિલ્લાની ખાસ કોર્ટ’માં પ્રિિન્સપલ ડિસ્ટિ²ક્ટ જજ (ગ્રામ્ય કોર્ટ) ડો. એ.સી. જોષીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવંી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરના બેનામી પ્રાેપર્ટી’ના કેસ આ કોર્ટમાં ચલાવવામાં આવશે.

આમ તો, ભારતમાં બેનામી પ્રાેપર્ટી સામેનો કાયદો 1988થી અસ્તિત્વમાં છે. પણ, આ કાયદો એટલો બુઠ્ઠાે કે કાળા નાણાંનું રિઅલ એસ્ટેટમાં બેરોકટોક રોકાણ થતું હતું. મતલબ, કેન્દ્ર સરકાર પાસે કાગળ ઉપર કાયદો હતો પણ સત્તા બાબતે નિિશ્ચતતા નહોતી. પણ, કેન્દ્રની મોદી સરકારે સુધારા પછી એજન્સીઆેને સત્તા આપવામાં આવી છે. વર્ષ 2016માં સુધારા બાદ કાયદામાં જણાવાયું છે કે, કોઈ વ્યિક્ત તેમના પત્ની અને બાળકો સિવાયની વ્યિક્તના નામ ઉપર પ્રાેપર્ટી ખરીદશે તો બેનામી ગણવામાં આવશે અને કાયદાની કડક જોગવાઈ લાગુ પડશે. જો પ્રાેપર્ટીની ખરીદી સગાં કે સાવકા ભાઈ-બહેનના નામે કરવામાં આવશે તો પ્રાેપર્ટીની ખરીદી આવકના આધારભૂત સ્રાેત સાથે સંયુક્ત રીતે થઈ શકશે.

નોટબંધી સાથે જ દેશમાં કાળાં નાણાં’ ઉપર અંકુશ મેળવવા માટે બેનામી પ્રાેપર્ટી’ ઉપર અંકુશ મેળવવો જરુરી જણાયો હતો. કેન્દ્ર સરકારે બેનામી પ્રાેપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ’માં સુધારો કરી આ દિશામાં કવાયત હાથ ધરી છે. હવે, ઈનકમ ટેક્સ અને ઈડી દ્વારા કરવામાં આવતાં કેસમાં મિલકત જપ્તીથી શરુ કરીને દંડ વસૂલાત અને બેનામી પ્રાેપર્ટી ખરીદનારને જેલ સજા’ સુધીની કાર્યવાહી કરાશે. આ માટે રાજ્યની એકમાત્ર અને પહેલી ખાસ કોર્ટ અમદાવાદમાં કાર્યરત થશે.

Comments

comments

VOTING POLL