અમદાવાદમાં હાદિર્ક પટેલના પ્રતિક ઉપવાસ, અનેકની અટકાયતઃ પોલીસ સાથે ઝપાઝપી

August 19, 2018 at 12:34 pm


25મી આેગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને લઈને પાલ કિન્વનર હાદિર્ક પટેલે સીએમ વિજય રુપાણીને એક પત્ર લખ્યો છે. હાદિર્કે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. જોકે, મંજૂરી ન મળતા હાદિર્ક પટેલ સહિત પાસ કન્વીનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના છે. નિકોલ પાકિર્ગમાં હાદિર્ક પટેલ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના છે ત્યારે પોલીસ તંત્ર તોડતું થયું છે. હાદિર્ક પટેલ અને તેના સાથીઆે નિકોલ પહાેંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહાેંચી ગયો હતો. તો બીજી તરફ હાદિર્ક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહાેંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાદિર્ક પટેલના 300જેટલા સાથીઆેની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત ઉપવાસના સ્થળને લઇને અજમંજશ બાદ હાદિર્ક પટેલ નિકોલ જવા માટે નીકળ્યો હતો. જેથી તેના નિવાસ સ્થાન બહારથી જ પોલીસે હાદિર્કની અટકાત કરી છે.

પ્રતિક ઉપવાસને લઇને હાદિર્ક પટેલે જણાવ્યું હતું કે, હાદિર્ક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યાે છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહી શકે, પાકિર્ગ પ્લોટમાં નહી જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.

તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઆેથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકતાર્આેની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુÙ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.

હાદિર્ક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહી પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.

શનિવારે પાસ કન્વીનર હાદિર્કે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. પત્રમાં હાદિર્કે લખ્યું છેકે બંધારણીય રીતે તેને ઉપવાસ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. હાદિર્કે પત્રમાં લખ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને આધારે આમરણાંત ઉપવાસ કરવા એ તેનો અધિકાર છે. સાથે જ હાદિર્કે પત્રમાં પોલીસ સાથ અને સહકાર આપે તેવી પણ વાત લખી છે.

Comments

comments

VOTING POLL