અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે બનશે ગુજરાતનો સૌથી મોટો મોલ

July 24, 2018 at 12:07 pm


ગુજરાતનો સૌથી વિશાળ મોલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનશે. ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 1,000 કરોડ રુપિયાના ખર્ચે આ મોલ બનાવાશે. 25,000વાર જમીન પર બનનારા આ મોલમાં બિલ્ટ-અપ સ્પેસ 9 લાખ ચોરસ ફુટથી પણ વધારે હશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બીસફલ ગ્રુપે આ જમીન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી પાસેથી થોડા સમય પહેલા એક હરાજીમાં ખરીદી હતી. આ જમીનની કિંમત જ 350 કરોડ રુપિયા જેટલી થાય છે, જેમાં સ્ટેમ્પ ડ્યૂટી તેમજ રજિસ્ટ્રેશન ચાર્જ પણ સામેલ છે.
આ જમીન રેસિડેન્શિયલ-1 ઝોનનમાં આવતી હોવાના કારણે તેના પર 2.7ની એફએસઆઈ મળશે. મતલબ કે, જમીન પર પ્લોટની સાઈઝનું ત્રણ ગણું બાંધકામ કરી શકાય. વધુમાં, જો ડેવલપર પોતાની પાસે રહેલા ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સનો ઉપયોગ કરે તો તેઓ વધુ વર્ટિકલ ક્ધસ્ટ્રક્શન પણ કરી શકે છે.
બીસફલ ગ્રુપ દ્વારા બનનારા આ મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બિલ્ટ-અપ સ્પેસનું ક્ધસ્ટ્રક્શન કરવાનો પ્લાન છે. આ મોલનું સંચાલન મુંબઈ સ્થિત ફિનિક્સ મિલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ટોટલ બિલ્ટ-અપ એરિયામાં છ લાખ ચોરસ ફુટ એરિયા લીઝ પર ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીની સ્પેસનો ઉપયોગ પાર્કિંગ જેવી ફેસિલિટી ઉભી કરવા માટે કરવામાં આવશે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલા એક નિવેદનમાં ફિનિક્સ મિલ્સ લિમિટેડે જણાવ્યું હતું કે, કંપ્નીએ 21 જુલાઈ 2018ના રોજ અમદાવાદ સ્થિત બીસફલ ગ્રુપ સાથે 50:50 ભાગીદારીમાં 5.16 એકર જમીન પર બનનારા મોલને ઓપરેટ તેમજ મેનેજ કરવા માટે કરાર કયર્િ છે. આ મોલ શહેરના થલતેજ વિસ્તારમાં બનશે.
સફલ ક્ધસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન રાજેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમે ફિનિક્સ મિલ્સ સાથે કામ કરવા ઉત્સાહિત છીએ. અમે સાથે મળીને અમદાવાદમાં પ્રિમિયમ રિટેલ ડેસ્ટિનેશન ઉભું કરીશું, જેની ડિઝાઈન પણ યુનિક હશે, અને તેમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ મળી રહેશે.
હાલમાં બંને ગ્રુપે આ પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ ફાઈનલ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. પ્રોજેક્ટનું પ્લાનિંગ એકાદ મહિનામાં જ પૂરું થઈ જાય તેવી શક્યતા છે. આ મોલની આસપાસ આવેલ થલતેજ, શિલજ, હેબતપુર તેમજ બોપલ જેવા વિસ્તારો વેલ ડેવલપ્ડ છે, જેનો સીધો ફાયદો મોલને થશે.

Comments

comments

VOTING POLL