અમદાવાદ એરપોર્ટ ખાતે પીક અપ-ડ્રાેપ કરનારા વાહનોને પાર્કિંગ ચાર્જમાંથી મુિક્ત

February 21, 2019 at 12:05 pm


અમદાવાદનાં સરદાર વંભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાનગી વાહનોની અવરજવર કરનારાઆે માટે સારા સમાચાર છે. એરપોર્ટ પર લેવામુકવા આવતા વાહન ચાલકો માટે એરપોર્ટ આેથોરિટી આેફ ઇન્ડિયાએ 10 મિનિટ ફ્રીની સમયમર્યાદા દૂર કરી દીધી છે. માર્ચના પ્રથમ સપ્તાહથી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ટમિર્નલ પર આનું અમલીકરણ થશે. ડિપાર્ચર એરિયામાં આવતા કોમશિર્યલ વાહનોને વધારાનો ચાર્જ ચુકવવો પડશે. આ ઉપરાંત બન્ને ટમિર્નલનાં પાર્કિંગ પ્લોટમાં પાર્ક થતા વાહનોને પણ ચાર્જ ચુકવવો પડશે.
માર્ચ મહિનાથી એરપોર્ટ પર આવતા ખાનગી વાહનો જો પેસેન્જરને લઇને મુકીને જતા રહે તો તેમની પાસેથી કોઇ ચાર્જ વસૂલવામાં નહી આવે. વાહનચાલકોને રાહત આપતા આેથોરિટીએ ત્રણ અલગ અલગ સ્લેબ બનાવ્યા છે.
-નવા નિયમ મુજબ હવે એરપોર્ટ પર આવતા ખાનગી વાહનો જો પેસેન્જરને લઈને કે મૂકીને જતા રહે તો તેમની પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહી આવે. જેમાં 30 મિનિટ સુધી પાર્કિંગ ચાર્જ ઘટાડી દેવામાં આવ્યો છે.
-જ્યારે 30 મિનિટથી 2 કલાક સુધી જૂનો ચાર્જ અને 2 કલાકથી વધુ 7 કલાક સુધી દર કલાકે 20 રુપિયા એક્સ્ટ્રા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
-7 કલાકથી 24 કલાક સુધી 30 મિનિટથી 2 કલાક સુધી વસૂલ થનાર ચાર્જનો 300 ટકા વસૂલ કરવામાં આવશે.

Comments

comments