અમદાવાદ : છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના 262 કેસાે થયા

July 2, 2018 at 8:17 pm


મોનસુની વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યાા હોવા છતાં રોગના કેસાેમાં વધારો નાેંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તાે છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના 262 કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન 128 અને ટાઇફોઇડના 123 કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસાેની વાત કરવામાં આવે તાે છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના 112 કેસ નાેંધાયા છે. વર્ષ 2017માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના 1194 કેસ નાેંધાયા હતા. જૂન 2017 દરમિયાન લીધેલા 70657 લોહીના નમૂના સામે 30 જૂન 2018 સુધીમાં 76309 લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન 2017 દરમિયાન લેવામાં આવેલા 1730 સીરમ સેમ્પલ સામે 30મી જૂન 2018 સુધીમાં 1861 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય ?ાેત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન 37334 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસાે નાેંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં 3697 પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં 886320 ક્લોરીન ગાેળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં 187 અલગ અલગ ખાã પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ 10975 કિલોગ્રામ અખાã પદાર્થનાે નાશ કરવામાં આવ્યો છે. વર્ષ 2017 દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી 1749 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 177 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. મે 2018 સુધીમાં 151 અલગ અલગ ખાã પદાથોૅના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 18 અપ્રમાણિત જ્યારે 120 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. 30મી જૂન 2018 સુધીમાં 187 અલગ અલગ ખાã પદાથોૅના નમૂના લેવામાં આવી ચુક્યા છે. 14 નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. 88 નમૂના પ્રમાણિત જાહેર કરાયા છે.

Comments

comments

VOTING POLL