અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ જારી

August 18, 2018 at 8:37 pm


અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે હળવો વરસાદ જારી રહ્યાાે છે. વરસાદી માહોલ અકબંધ રહેતા લોકો ખુશખુશાળ દેખાયા હતા. બીજી બાજુ શહેરમાં વાતાવરણ રંગીન બન્યુ હતુ. હજુ વરસાદ જારી રહેવાની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શુક્રવારના દિવસે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની આસપાસ સુધી પડેલા ધોધમાર અને તાેફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તાે, ત્રણ કલાકના અતિ ભારે વરસાદને લઇ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના પટ્ટાની કેટલીક નીચાણવાળી સાેસાયટીઆે, દુકાનાે અને કોમ્પલેક્ષમાં પણ પાણી ફરી વળ્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે અમદાવાદમાં ત્રણથી સાડા ત્રણ કલાકમાં ચારથી સાડા ચાર ઇંચ સુધીનાે અતિ ભારે વરસાદ નાેંધાયો હતાે. સાૈથી વધુ વરસાદ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નાેંધાયો હતાે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં સાડા ચાર ઇંચ અને અમદાવાદ શહેરમાં સરેરાશ ચારથી સાડા ચાર ઇંચથી વધુ વરસાદ નાેંધાયો હતાે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ નગરજનાે ખુશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાની અમીદ્રિષ્ટ થતાં તેઆે કૃતજ્ઞતા વ્યકત કરતાં નજરે પડતા હતા. અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઇ શ્યામલ ચાર રસ્તા પાસે, સરખેજ-જૂહાપુરાના હૈદરી મેદાન પાસે સહિતના અન્ય વિસ્તારોમાંં મોટા ભુવા અને ખાડા પડયા હતા, જેને લઇને શહેરીજનાે ભારે હાલાકીમાં મૂકાયા હતા. વરસાદના કારણે કોઇ રસ્તા બંધ ન કરવા પડે તે માટે કોપાેૅરેશનની ટીમ કામે લાગેલી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 30.2 અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી નાેંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા જારી રહેશે.

Comments

comments

VOTING POLL