અમદાવાદ શહેર : એકાએક ગરમી વચ્ચે તાપમાન 15.2

February 20, 2019 at 8:44 pm


અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીની શરૂઆત થઇ હોવાના સંકેત મળવા લાગ્યા છે. આજે અમદાવાદમાં લોકોએ ગરમીનાે અનુભવ કયોૅ હતાે. પારો 15.3 સુધી પહાેંચી ગયો હતાે. બપાેરના ગાળામાં તીવ્ર ગરમીનાે અનુભવ લોકોએ કયોૅ હતાે. અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના અન્ય ભાગાેમાં પણ ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે તેમ માનવામાં આવે છે પરંતુ બુધવારના દિવસે જોરદાર ગરમીનાે અનુભવ લોકોએ કયોૅ હતાે. અમદાવાદ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં 14.6, ડિસામાં 16.1 તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં આવતીકાલે ગરમી વધુ નાેંધાઈ શકે છે. પારો 16 સુધી પહાેંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. સાૈરા»ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગાેમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નાેંધાઈ ગયો છે. આજે મોટાભાગના લોકો બપાેરના ગાળામાં ગરમીનાે અનુભવ થયો હોવાની ચર્ચા કરતા નજરે પડâા હતા. ગરમીની સિઝન જેવો અનુભવ લોકોએ કયોૅ હતાે. લઘુત્તમ તાપમાનમાં હજુ વધારો થવાના સંકેત દેખાતા આગામી દિવસાેમાં લોકો વધુ ગરમીનાે અનુભવ કરશે. હાલમાં જ દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હાલ વરસાદ પડી ચુક્યો છે. બીજી બાજુ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવષાૅ પણ થઇ હતી. પહાડી રાજ્યોમાં બરફની ચાદર હજુ પણ જોવા મળે છે.આની અસર હેઠળ સાૈરા»ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડીનાે અનુભવ લોકો કરી ચુક્યા છે પરંતુ આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતાે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ વધારો નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાનમાં એકથી બે ડિગ્રીનાે ઘટાડો થઇ શકે છે. આનાે મતલબ એ થયો કે, શિવરાત્રિની આસપાસ ઠંડીનાે ચમકારો જોવા મળી શકે છે.

Comments

comments

VOTING POLL