અમદાવાદ સહિત દેશના આઠ શહેરમાં પિબ્લક પેનિક બટન અને મહિલા પોલીસ ટીમ ટૂંકમાં

September 10, 2018 at 11:10 am


મહિલાઆેની સુરક્ષા માટે સરકાર રુ. 3000 કરોડના ખર્ચે દિલ્હી સહિત દેશના આઠ મોટા શહેરોમાં મહિલા પોલીસ પેટ્રાેલ ટીમ અને પિબ્લક પેનિક બટન જેવી સુવિધા શરુ કરશે.

ગૃહ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે મહિલાઆે અને બાળકો માટે ટ્રાિન્ઝટ ડોરમેટરી, સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટો, વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરો, ફોરેિન્સક અને સાઇબર ક્રાઇમ સેલ જેવી સુવિધા વુમેન સેફ સિટી પ્રાેજેક્ટનો હિસ્સો બનશે.

મહિલાઆેની સુરક્ષા માટેની આ યોજના દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને લખનઊમાં 2018-19થી 2020-21 સુધી અમલમાં મૂકાશે.

નિર્ભયા ફંડ હેઠલ સેફ સિટી યોજના માટે રુ. 2919.55 કરોડનું ફંડ મંજૂર કરાયું હતું. દેશમાં મહિલાઆેની સુરક્ષા વધારવા માટે 2013માં નિર્ભયા ફંડ શરુ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ દિલ્હી માટે રુ. 663.67 કરોડ, મુંબઇ માટે રુ. 252 કરોડ, ચેન્નઇ માટે રુ. 425.06 કરોડ, અમદાવાદ માટે રુ. 253 કરોડ, કોલકાતા માટે રુ. 181.32 કરોડ, બેંગલુરુ માટે રુ. 667 કરોડ, હૈદરાબાદ માટે રુ. 282.50 કરોડ અને લખનઊ માટે રુ. 195 કરોડ મંજૂર કરાયા છે.

Comments

comments