અમરનાથના યાત્રાળુઓનો અંતિમ કાફલો રવાના

August 25, 2018 at 11:09 am


હિન્દુઓમાં અત્યંત આદરણીય વાર્ષિક અમરનાથ યાત્રાનું શ્રાવણી પૂનમે પૂર્ણ થતાં અગાઉ 24મી ઑગસ્ટે જમ્મુથી યાત્રાળુઓનો આખરી બેચ રવાના થયો હતો. આ વખતે અમરનાથ યાત્રામાં 2.84 લાખ લોકોએ ભાગ લીધો હતો. સાઈઠ દિવસોની યાત્રામાં 34 જણ વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા.
ત્રણ દિવસ સુધી સ્થગિત થયેલી અમરનાથ યાત્રા શુક્રવારે ફરીથી આરંભી હતી. ભગવતી નગર આધાર શિબિરથી 137 યાત્રાળુને લીલી ઝંડી દેખાડી શ્રીનગર ભણી રવાના કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓને સાત ગાડીમાં સલામતીની સાથે રવાના કરાયા હતા.
પ્રતિકૂળ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં હિમલિંગ સંકોચાઈ ગયું, અઢાર ફૂટથી ઊંચાઈ ઓછી થઈ ગઈ તેમ જ પીગળી ગયું હોવાના ખબર આવવાથી તેમ જ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વ્યાપેલી હિંસાને લીધે પણ અમરનાથ યાત્રા પર માઠી અસર પડી છે. અમરનાથ શ્રાઈન બોર્ડે કહ્યું કે આ વર્ષે મેડિકલ સંબંધિત કારણોને લીધે મૃતકોની સંખ્યા ઓછી રહી છે. અમે 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષ કરતાં વધુ ઉમરના લોકો તેમ જ છ સપ્તાહ કે તેનાથી વધારે મુદતની ગર્ભવતી મહિલાઓેનો યાત્રામાં સમાવેશ કરવા પર બંધી લગાડવામાં આવી છે. રવિવારે શ્રાવણની પૂર્ણિમા, બળેવ તેમ જ રક્ષાબંધન અવસરે છડી મુબારક પૂજનવિધિ બાદ આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા સંપન્ન થશે.

Comments

comments