અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ

February 3, 2018 at 2:28 pm


બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૩૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયેલી ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે.

દરમિયાન શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોહરાએ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યો સાથે બેઠક કરીને અમરનાથ યાત્રા માટેની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. તેમણે અમરનાથ યાત્રાની તૈયારી અંગે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં રાજ્યપાલ વોહરાએ એવી સૂચના આપી હતી કે બેન્કોની તમામ શાખામાં દરરોજ થનારા શ્રદ્ધાળુઓના એડ્વાન્સ રજિસ્ટ્રેશનની જાણકારી દૈનિક ધોરણે શ્રાઈન બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે.

રાજ્યપાલે એવી પણ સૂચના આપી છે કે તમામ બેન્ક શાખા એ ખાસ સુ નિશ્ચિત કરે કે દરરોજ નિર્ધારિત સંખ્યાથી વધુ યાત્રીઓનું રજિસ્ટ્રેશન ન થાય, ભલે પછી તેઓ જરૂરી તબીબી પ્રમાણપત્ર કેમ ન લાવે ? વોહરાએ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૫ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન ન થાય તે ખાસ જુએ.

અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને રાજ્યપાલ એન.એન. વોહરાએ યાત્રા માટે યોગ્ય વ્યવસ્થા અને તૈયારીઓ કરવા સૂચના આપી હતી. ૨૮ જૂને શરૂ થનારી અમરનાથ યાત્રા ૨૬ ઓગસ્ટના રોજ સંપન્ન થશે. બેઠકમાં રાજ્યપાલે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

તેમાં પીવાનાં પાણી, વીજળી સપ્લાય, રહેવાની વ્યવસ્થા, હંગામી શૌચાલયો અને સ્નાન વગેરેની વ્યવસ્થા અંગે રાજ્યપાલને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલની મંજૂરી બાદ રૂ. દોઢ કરોડના ખર્ચે અમરનાથ યાત્રીઓ માટે ૬૨૯ પ્રી-ફેબ્રિકેટેડ શૌચાલય બનાવવામાં આવશે, જેની સંખ્યા ગઈ સાલની તુલનાએ ૧૫૭ વધુ હશે. રાજ્યપાલે એવી પણ સૂચના આપવામાં આવી છે કે યાત્રા પૂર્વે ઘોડાવાળાઓ અને ટેન્ટવાળાઓનું રજિસ્ટ્રેશન કરી તેમનો વીમો લેવામાં આવે.

Comments

comments

VOTING POLL