અમરનાથ દર્શન માટે 3048 લોકો રવાના : સઘન સલામતી

July 14, 2018 at 7:53 pm


અરમનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે 3000થી વધુ શ્રદ્ધાળુઆેની નવી ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી 1.65 લાખ શ્રદ્ધાળુઆે અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે 112 વાહનાેમાં બે બેઝ કેમ્પ માટે શ્રદ્ધાળુ રવાના થયા હતા જેમાં 623 મહિલાઆે, 144 સાધુ સંતાેનાે સમાવેશ થાય છે. નવી ટુકડીમાં 3048 શ્રદ્ધાળુઆે રહેલા છે. 36 કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેક ઉપર નુનવાન બેઝકેમ્પ માટે 144 સાધુ, 310 મહિલા સહિત 1973 શ્રદ્ધાળુઆેની ટુકડી રવાના થઇ હતી જ્યારે 12 કિલોમીટરના ટુંકા રુટ ઉપર બાલતાલ માટે 1075 શ્રદ્ધાળુ રવાના થયા હતા. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઆેમાં હજુ સુધી 13ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનાે આવી રહી છે છતાં શ્રદ્ધાળુઆેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાાે છે. લાખો શ્રદ્ધાળુઆે પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઆે દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઆેને રવાના કરવામાં આવી રહ્યાા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઆે પહેલાથી જ નાેંધણી કરાવી ચુક્યા છે. તમામ ખરાબ સંજોગાે હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઆે પહેલાથી જ નાેંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માગૅ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગાે હોવા છતાં ભારે ઉત્સાહ છે.28મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. 30મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઆે નાેંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતાે. અમરનાથ યાત્રામાં હજુ સુધી 1.65 લાખ શ્રદ્ધાળુઆે દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઆે દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઆેને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માગૅ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL